• Gujarati News
  • Hrithik Roshan Does A Stunt No One Has Ever Done Before

બેંગ બેંગઃ આ એક્શન સીન્સ રીતિક પહેલાં કોઈ જ અભિનેતાએ કર્યો નથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ રીતિકની બહુચર્ચિત ફિલ્મ 'બેંગ બેંગ' બીજી ઓક્ટોબરના રોજ રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મમાં અભિનેતાએ રીતિકે દમદાર એક્શન સીન્સ કરીને સીનેરસિયાઓને ખુશ કરી દીધા છે. આ ફિલ્મમાં રીતિકે ડેર-ડેવિલ એક્ટ કર્યું છે. આ ફિલ્મમાં રીતિકે વોટર સ્કાય સ્ટંટ કરીને રીતિકે સૌને નવાઈમાં મૂક્યા છે. મેકર્સે દાવો કર્યો છે કે રીતિક પહેલાં કોઈ પણ એક્ટરે આ પ્રકારનો સ્ટંટ કર્યો નથી. રીતિકે પાણીમાં જબરજસ્ત સ્ટંટ સીન્સ કરે છે.

આ સીનને લઈને રીતિકે કહ્યુ હતુ કે 'બેંગ બેંગ'માં તેણે પોતાની જાતને નેકસ્ટ લેવલ પર લઈ જવાનો પ્રયાસ કર્યો છે. વોટર સ્કાઈના સીન્સને તે માનસિક અને શારીરિક રીતે મક્કમ બન્યો હતો. તેણે આ સીન માટે ઘણી જ પ્રેક્ટિસ કરી હતી. તેણે આ સીન કરતી વખતે સી-પ્લેનમાં હૂકથી ટીંગાયો હતો અને ત્યારબાદ તેણે સ્ટંટ કર્યો હતો. તેણે નોન-સ્ટોપ રહીને આ સિક્વન્સ કરી હતી.

ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે કહ્યુ હતુ કે વિશ્વમાં પહેલી જ વાર બોલિવૂડ ફિલ્મ 'બેંગ બેંગ'માં કોઈ અભિનેતાએ આ પ્રકારનો સીન્સ કર્યો છે. હોલિવૂડ ફિલ્મ્સમાં પણ આ પ્રકારનો સીન્સ આજ સુધી કોઈએ કર્યો નથી.

આગળ જુઓ, ફિલ્મમાં રીતિક રોશનના એક્શન સીન્સ....