• Gujarati News
  • Here Is Why Shah Rukh Khan Will Not Attend Any Match Of KKR

શાહરૂખ ખાન આઈપીએલ મેચમાં નહીં રહે હાજર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાહરૂખ ખાન પોતાની ટીમ KKR(કોલકાતા નાઇટ રાઇડર્સ)ને હંમેશા ચીઅર-અપ કરવા મેદાનમાં ઉપસ્થિત રહે છે. તે આ વખતે માત્ર પ્રથમ મેચમાં હાજર રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, “SRK ફરાહખાન નિદર્શિત ફિલ્મ ‘હેપી ન્યુ યર’ના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તેની કો-સ્ટાર દિપિકા પાદુકોણ છે. શાહરૂખ હંમેશાની જેમ તે પોતાના કામને પહેલાં મહત્વ આપે છે.”

પોતાની ફિલ્મ પ્રત્યેની જવાબદારીને કારણે શાહરૂખ પોતાની એક પણ મેચમાં ઉપસ્થિત રહી શક્યો નથી.

“UAEમાં મેચ જોવા માટે SRK પોતાની ફિલ્મ શૂટિંગનાં સમયપત્રકમાં કોઇ બદલાવ લાવી શકે નહી. જોકે, તેને પોતાની ફિલ્મનાં શૂટિંગમાંથી એક દિવસની રજા પણ મળે તો તેને લાંબી મુસાફરી કરવી પડે એ વાત તો પાક્કી જ છે.”

નોંધનીય છે કે મિ.ખાન શારિરીક રીતે મેચમાં ઉપસ્થિત નહી રહી શકે, પણ તે પોતાની ટીમને પ્રોત્સાહન આપવાનું નહી ભૂલે. એટલે જ તે મિ.ખાનને મલ્ટીટાસ્કીંગ કહેવામાં આવે છે સાચુ ને?