તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Here Is The First Picture Of Shah Rukh Khan’s Son AbRam

ઈદ પર શાહરૂખની ચાહકોને ભેટ, મળો, કિંગ ખાનના પુત્ર અબરામને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ પુત્ર અબરામ સાથે પિતા શાહરૂખ ખાન)
મુંબઈઃ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને થોડાં સમય પહેલાં જ કહ્યુ હતુ કે તે પોતાના સૌથી નાના પુત્ર અબરામની તસવીર ટૂંક સમયમાં જ ચાહકો સમક્ષ રજૂ કરશે. અંતે શાહરૂખ ખાને ઈદના શુભ અવસર પોતાના પુત્ર અબરામની તસવીરો ટ્વિટર પર પોસ્ટ કરીને ચાહકોને ઈદની ભેટ આપી હતી.

શાહરૂખ ખાને ટ્વિટર પર ટ્વિટ કરી હતી કે, ઈદ અલ અદા મુબરાક. તમારા જીવનમાં હંમેશા ખુશીઓ આવે. લિટલ વન પણ તમને શુભેચ્છા આપે છે.
નોંધનીય છે કે હાલમાં શાહરૂખ ખાન પોતાની ફિલ્મ 'હેપી ન્યૂ યર'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. અબરામને માત્ર નિકટના મિત્રો તથા પરિવારના સભ્યો જ મળી શક્યા છે. 'હેપી ન્યૂ યર'ના સેટ પર અવાર-નવાર શાહરૂખ પોતાના પુત્ર અબરામને લઈ જતો હતો. અબરામને તેના પિતાની જેમ જ ડિમ્પલ પડે છે.

છેલ્લે શાહરૂખ પોતાના પરિવાર સાથે ફૂકેટ વેકેશન મનાવવા ગયો હતો ત્યારે પાપારાઝીઓએ અબરામની એક ઝલક મેળવવાનો પ્રયાસ કર્યો હતો. શાહરૂખ ખાન પોતાના પુત્રને વિશ્વની સામે લાવવા માંગતો નહોતો.
(આગળ ક્લિક કરીને જુઓ અબરામ લાગે છે તદ્દન પિતા શાહરૂખ ખાન જેવો...)