ચાર મહિનામાં તૈયાર થયાં કરિનાનાં લગ્નનાં પરિધાનો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સૈફ અલી ખાન અને કરિના કપૂરના લગ્નનો દિવસ જેમ-જેમ નજીક આવતો જાય છે, તેમ તેમ લોકોના ધબકારા વધી રહ્યા છે. હવે ચર્ચા લગ્નની તારીખથી આગળ વધીને કપડાં, મહેમાનો અને વ્યવસ્થા સુધી પહોંચી ગઈ છે. તાજી ચર્ચા કરિનાનાં કપડાંને લઈને છે. કરિનાએ કહ્યું હતું કે તે લગ્નમાં લાલ સાડી પહેરશે. હવે ચર્ચા છે કે કરિના લગ્નના દિવસે શર્મિલા ટાગોરે જે કપડાં પહેર્યા હતા, તે જ પહેરશે. ફેશન ડિઝાઈનર રિતુ કુમાર આ સાડીને રી-ડિઝાઈન કરી રહી છે.આ સાડીને સૌ પહેલાં ભોપાલની બેગમ સાજીદા સુલતાને પહેરી હતી. આ વર્ષ 1939ની વાત છે. ત્યારબાદ તેમણે આ સાડી પોતાની વહુ શર્મિલાને ભેટ તરીકે આપી હતી. શાહી કપડાંને કરિના પહેરી શકે, તે રીતે બનાવતાં ચાર મહિના લાગ્યા હતા. આમાં કૂર્તા, ફારસી પાયજામો અને દુપટ્ટો છે. ગોલ્ડ બનારસી ફેબ્રિકનો યુઝ કરીને આ કપડાંમાં સોનાના ટિશ્યૂ પણ છે. ગોટા બોર્ડરની સાથે આ કપડાં પહેરનારની સુંદરતામાં ચાર-ચાંદ લગાવી શકે તેમ છે.જો દુપટ્ટાની વાત કરવામાં આવે તો, ગઈ સદીમાં બનેલી આ ઓઢણી ફરીથી પહેરવા લાયક બની ગઈ છે. રિતુ કુમારે કહ્યું હતું કે ભોપાલના શાહી ખાનદાનના આ વસ્ત્રોને રિ-ડિઝાઈન કરવા સરળ નહોતાં. આ એક પડકારજનક કામ હતું. આ વસ્ત્રોને જે રીતે બનાવવામાં આવ્યાં છે, તેને સમજી શકે તેવા કારીગરો ઘણાં જ ઓછા છે. દસથી બાર કારીગરો દિવસ-રાત મહેનત કરીને ચાર મહિનાને અંતે આ કપડાં તૈયાર કર્યા છે.રિતુ કુમારે સૈફની બંને બેનો સોહા અને સબા માટે ઘાઘરા-ચોલી તૈયાર કરી છે. આ વસ્ત્રો પણ પટૌડી ખાનદાનના જૂના કપડાંથી પ્રભાવિત હશે.