અલગ-અલગ હોવા છતાંય એક જેવા જ છે દુશ્મન સલ્લુ-શાહરૂખ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-બન્નેને ભેગા કરવાનું કામ ફૂટબૉલ કરશે તેવું લાગે છે.

શાહરૂખ અને સલમાન આમને-સામને આવવાનું ભલે ટાળતા હોય પણ બાંદ્રામાં આવેલા તેમના ઘર, કોમન મિત્રો અને રમત ગમત માટેનો તેમનો પ્રેમ તેમને ફરી એકવાર સામ-સામે લઈ આવ્યો છે. શાહરૂખ છેલ્લા પાંચ વર્ષથી આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો માલિક છે, જ્યારે સલમાન તેના ભાઈ સોહેલ ખાનની સેલિબ્રિટી ટીમનો ચહેરો છે પરંતુ આ બન્નેને ભેગા કરવાનું કામ ફૂટબૉલ કરશે તેવું લાગે છે.

એવું કહેવાય છે કે શાહરૂખ ગોવાની ફૂટબૉલ ક્લબ 'ડેમ્પો એસસી'માં પચાસ ટકા હિસ્સો ખરીદવાનો છે. એક સૂત્રના જણાવ્યા અનુસાર, "શાહરૂખને સ્પોર્ટ્સમાં ખૂબ જ રસ છે અને તેણે ખૂબ મોટા પ્લાન પણ વિચારી રાખ્યા છે. ભારતમાં ક્રિકેટ અને સિનેમા બે મનોરંજનના સૌથી લોકપ્રિય સાધનો છે. શાહરૂખ આ બન્નેમાં પહેલેથી જ સારૂ એવું રોકાણ કરી ચૂક્યો છે. હવે તે ફૂટબૉલને પણ ભારતમાં સિરિઅસલી લેવાય એવું ઈચ્છે છે. તે પોતે સ્કૂલમાં ફૂટબૉલ રમતો અને હવે તેનો દિકરો પણ એક સારો ફૂટબૉલર છે."

સલ્લુ પણ ફૂટબૉલ અને બાસ્કેટબૉલને ક્રિકેટ જેટલા જ લોકપ્રિય બનાવવા માંગે છે. એક ઈન્ટરર્વ્યુમાં તેણે કહ્યું હતું કે, "મને લાગે છે કે ફૂટબૉલ એક મોટી રમત છે. તે રમવી સહેલી છે અને તેમાં કોઈ આંટીઘૂંટી નથી. ક્રિકેટ રમવા માટે ક્રિકેટ કીટની જરૂર પડે જ્યારે ફૂટબૉલ રમવા માટે માત્ર થોડી ખૂલ્લી જગ્યા અને એક ફૂટબૉલ બસ. પણ કમનસીબે આપણે ત્યાં પૂરતાં ફૂટબૉલ ગ્રાઉન્ડ જ નથી એટલે મારે સૌથી પહેલા આ પાયાની બાબત પર ધ્યાન કેન્દ્રીત કરવું છે. એ થોડો સમય લેશે પણ હું જરૂર કશુંક સારૂં કરી બતાવીશ. ફૂટબૉલ પછી બાસ્કેટબૉલનો પણ વારો આવશે."
Related Articles:

સુહાનાએ ધમાકેદાર પર્ફોર્મન્સથી લગાવી આગ,શાહરૂખ ભાવવિભોર
અમિતાભનો પ્રહારઃ હું શાહરૂખ અને અક્ષયની જેમ ફિલ્મો નથી વેચતો!
સલ્લુમિયાંને કારણે આમિર-શાહરૂખ વચ્ચે શીત યુદ્ધ
અને અચાનક જ શાહરૂખ ખાને ખોલી નાંખી વિજેતા ટ્રોફી
હાથમાં એવું તો શું છે કે શાહરૂખ બધાથી છુપાવતો ફરે છે?
શાહરૂખ ખાને કબૂલ્યો પોતાનો ગુનો, દંડ ભરવા છે તૈયાર
સંજુબાબા થયા નારાજ, બિગબોસમાં એકલો સલમાન!
પ્રેક્ષકો સામે શાહરૂખ ખાને કરી દીધી ડર્ટી હરકત, તસવીરો
શાહરૂખ-પ્રિયંકાની નિકટતા માટે જવાબદાર છે કરન?
ઐશ્વર્યા રાયને કારણે સલમાન ખાનને મૂકવામાં આવ્યો પડતો?