• Gujarati News
  • Harvard University Invites 'lecturer' Shah Rukh Khan

યેલ યુનિવર્સિટી બાદ હવે શાહરૂખ હાર્વર્ડમાં આપશે લેક્ચર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાને યેલ યુનિવર્સિટીમાં લેક્ચર આપ્યું છે. હવે, સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, શાહરૂખ ખાનને જાણીતી યુનિવર્સિટી હાર્વર્ડે પોતાનાં ત્યાં લેક્ચર આપવાનું આમંત્રણ આપ્યું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શાહરૂખને હાર્વર્ડ યુનિવર્સિટીનું આમંત્રણ મળ્યું છે. શાહરૂખે હવે તારીખ ફાઈનલ કરશે.

શાહરૂખે ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તે ફિલ્મ્સમાંથી કઈ રીતે કમાણી કરવી, તે બાબત સારી રીતે જાણે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે શાહરૂખે ફિલ્મમેકિંગનું ઈકોનોમિક્સ એ મુદ્દે વાત કરશે.

ઉલ્લેખનીય છે કે શાહરૂખે ગયા વર્ષે યેલ યુનિવર્સિટીમાં લેક્ચર આપ્યું હતું. જોકે, આ લેક્ચર શાહરૂખને અન્ય રીતે યાદ રહી ગયું છે. ન્યૂ યોર્ક એરપોર્ટ પર શાહરૂખની બે કલાક સુધી અટકાયત કરવામાં આવી હતી.

શાહરૂખ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી સાથે પ્રાઈવેટ પ્લેનમાં ન્યૂ યોર્ક આવ્યો હતો.