• Gujarati News
  • Guneet Monga Named Among Most Powerful Women, Feels Hon

'ગેંગ્સ ઓફ વાસેપુર'ની નિર્માતા ગુનીત સૌથી સશક્તિશાળી મહિલાઓમાં સામેલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીરઃ ગુનીત મોંગા)

મુંબઈઃ 'ગેંગ્સ ઓફ વાસેપુર' અને 'ધ લંચબોક્સ' જેવી ફિલ્મ્સ પ્રોડ્યુસ કરનાર ગુનીત મોંગા ભારતની સર્વાધિક સશક્ત મહિલા વ્યવસાયીઓમાં સામેલ થઈ છે. આ મહિલાઓની એક યાદી જાણીતા મેગેઝિન જાહેર કરી છે. આ યાદીમાં ગુનીત સિવાય નિશી વાસુદેવ, પલ્લવી શ્રોફ અને એકતા કપૂર જેવી કોર્પોરેટ, ઈન્ડસ્ટ્રીઝ અને સિનેમા જગતી હસ્તીઓ સામેલ છે.

ગુનીત બોલિવૂડની જાણીતી પ્રોડ્યુસરમાંથી એક છે. અત્યાર સુધી ગુનીતે 20 ફિચર ફિલ્મ્સ, 75 શોર્ટ ફિલ્મ્સ બનાવી છે. પ્રોડક્શન કંપની શિખયા એન્ટરટેઈન્મેન્ટની ગુનીત કો-ફાઉન્ડર છે અને અનુરાગ કશ્યપની ફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડની સીઈઓ છે.

સર્વાધિક સશક્ત મહિલાઓના લિસ્ટમાં સામેલ થયા બાદ ગુનીતે કહ્યુ હતુ કે તે પોતાની જાતને ગૌરવશાળી માને છે અને પ્રેરણાદાયી મહિલાઓની સાથે ઉભા રહેવું તેના માટા આનંદની વાત છે.