ઉંચા ખોરડાની 'ગોપી વહૂ', કર્યા કંઈક આવા કામ!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જીયા માણેક હાલમાં 'સાથ નિભાના સાથિયા'માં કામ કરી રહી છે

ગુજરાતી જીયા માણેક ઉર્ફે ગોપી બહૂ ટીવી સીરિયલ 'સાથ નિભાના સાથિયા'માં કામ રહી રહી છે. સ્ટાર પ્લસની આ નંબર વન સીરિયલ છે. જોકે, હવે તેને આ શોમાંથી નીકળી જવાનું કહેવામાં આવ્યું છે. જીયાએ સ્ટાર પ્લસ સાથે થયેલો કોન્ટ્રાક્ટ રદ કર્યો છે અને કલર્સના શો 'ઝલક દિખલાજા' સાઈન કર્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જીયાને પ્રતિસ્પર્ધી ચેનલની કોઈ પણ સીરિયલ કે શો સાઈન કરશે નહીં. જોકે, જીયાએ આવી કોઈ વાત માની નહીં. ચેનલે જીયા સામે કડક પગલા ભરવાનો નિર્ણય કર્યો છે.

સ્ટાર પ્લસના અધિકારીઓએ કહ્યું હતું કે, 'સાથ નિભાના સાથિયા'માં હવે ગોપી વહૂ તરીકે નવો ચહેરો આવશે. દિવ્યભાસ્કરડોટકોમે જ્યારે જીયા માણેકને ફોન કર્યો ત્યારે કહ્યું હતું કે, તે હાલમાં 'ઝલક દિખલા જા'નું રિહર્સલ કરી રહી છે, તેથી લંચ દરમિયાન ફોન કરો.

Related Articles:

'ગોપી બહૂ'-મંત્રીના પુત્રના કારનામાઓનું સત્ય તસવીરોમાં
સિરિયલની સંસ્કારી 'ગોપી બહુ'એ વગોવ્યા ખોરડા, આપી ગાળો!