ભાઈના લગ્નમાં આ અંદાજમાં જોવા મળી જેનેલિયા, તસવીરોમાં ખાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ રિતેશ-જેનેલિયા લગ્નમાં)
મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી જેનેલિયા ડિસોઝા પોતાના ભાઈ નાઈજેલ ડિસોઝાના લગ્નમાં પતિ રિતેશ સાથે જોવા મળી હતી. નાઈજેલ ડિસોઝા બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં કામ કરે છે.
જેનેલિયાએ ભાઈના લગ્નમાં સબ્યાસાચીએ ડિઝાઈન કરેલાં રેડ એન્ડ ગ્રીન રંગની ચણિયાચોળી પહેરી હતી. જોકે, તમને એ જાણીને નવાઈ લાગશે કે 2012માં જેનેલિયાએ પોતાના દિયર ધીરજ દેશમુખના લગ્નમાં આ જ આઉટફિટ પહેર્યાં હતાં. લાગે છે કે જેનેલિયાને આ ચણિયાચોળી ઘણી જ પસંદ પડી ગઈ હતી અને તેથી જ તેણે ત્રણ વર્ષ બાદ પોતાના ભાઈના લગ્નમાં એ જ ચણિયાચોળી પહેરી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે જેનેલિયાએ 2012માં બોલિવૂડ અભિનેતા રિતેશ દેશમુખ સાથે કર્યાં હતાં. 2014માં જેનેલિયાએ પુત્ર રિયાનને જન્મ આપ્યો હતો. હાલમાં જેનેલિયા ફિલ્મ્સમાં જોવા નથી મળતી પરંતુ તે અવાર-નવાર પેજ 3 પાર્ટીમાં જોવા મળતી હોય છે.

(આગળ ક્લિક કરીને જુઓ, જેનેલિયા-રિતેશ લગ્નમાં....)