First Look : 'બાજીરાવ મસ્તાની'માં આવો હશે રણવીર સિંહનો લુક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
('બાજીરાવ મસ્તાની'માં રણવીર સિંહનો ફર્સ્ટ લુક)
મુંબઇ: અભિનેતા રણવીર સિંહ આજકાલ તેની આગામી ફિલ્મ 'બાજીરાવ મસ્તાની'ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે ટકા લુકમાં નજરે પડશે. હાલમાં જ એક તસવીર સામે આવી છે, જેમા તે ફિલ્મ માટે તેના વાળ મુંડાવતો નજરે પડે છે.
'બાજીરાવ મસ્તાની' ડિરેક્ટર-પ્રોડ્યૂસર સંજય લીલા ભણશાલીની ફિલ્મ છે. ફિલ્મમાં રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને પ્રિંયકા ચોપડા મહત્વની ભૂમિકામાં છે.
રણવીર આ ફિલ્મમાં 1720માં મરાઠા એમ્પાયરના બીજા પેશવા બાજીરાવના પાત્રમાં હશે, જ્યારે દીપિકા મસ્તાની એટલે બાજીરાવની બીજી પત્ની અને પ્રિયંકા બાજીરાવની પહેલી પત્નીના રોલમાં જોવા મળશે. કહેવાય છે કે આ ફિલ્મ 25 ડિસેમ્બર, 2015ના રોજ રીલિઝ થશે.