Movie Review: રાઝ રિબૂટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
'રાઝ' સીરિઝની આ ચોથી હોરર ફિલ્મ છે. જેમાં વિક્રમ ભટ્ટે બિપાશા બસુ અને
ડિનો મોરિયાની ‘રાઝ’ જેવું મેજિક ક્રિએટ કરવાની કોશીશ કરી છે.
ફિલ્મ રિવ્યૂઃ
રાઝ રિબૂટ
રેટિંગઃ
2/5
સ્ટાર કાસ્ટઃ
ઇમરાન હાશમી, ક્રિતી ખરબંદા, ગૌરવ અરોરા
ડિરેક્ટરઃ
વિક્રમ ભટ્ટ
નિર્માતાઃ
મુકેશ ભટ્ટ, મહેશ ભટ્ટ, વિશેષ ભટ્ટ, ભૂષણ કુમાર
સંગીતઃ
જિત ગાંગુલી, સંગીત એન્ડ સિદ્ધાર્થ હલ્દીપુર
પ્રકારઃ
હોરર
વાર્તા
આ સ્ટોરી છે રિહાન (ગૌરવ અરોરા) અને શાઇના (ક્રિતી ખરબંદા)ની. જેની લવ સ્ટોરીની શરૂઆત રોમાનિયાથી થાય છે. બન્ને મુંબઇમાં લગ્ન કરે છે અને લગ્ન બાદ શાઇનાની જિદ પર ફરી રોમાનિયા આવે છે. રોમાનિયામાં આ બન્ને વચ્ચે અણબનાવ થાય છે. પરિણીત અને એક જ ઘરમાં હોવા છતાં બન્ને અલગ રૂમમાં સુવે છે. થોડા દિવસ પછી શાઇનાને ઘરમાં આત્મા હોવાનો અનુભવ થાય છે. જ્યારે આ વાત તે રિહાનને જણાવે છે ત્યારે તે આ વાત પર ભરોસો કરતો નથી અને ઘર છોડવા માટે પણ તૈયાર થતો નથી. સ્ટોરીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે આદિત્ય (ઇમરાન હાશ્મી)ની એન્ટ્રી થાય છે. જે શાઇનાનો એક્સ બોયફ્રેન્ડ હોય છે. આદિત્ય એ જાણે છે કે શાઇનાનું ઘર હોન્ટેડ છે. તે શાઇનાને મદદ કરવા માટે તૈયાર થાય છે પરંતુ તેની પર આરોપ લાગે છે કે તે શાઇનાને ફરી મેળવવા ઇચ્છે છે. આથી એ આવું કરી રહ્યો છે. શાઇનાને કોની આત્મા પરેશાન કરી રહી છે? તેને રિહાન અને આદિત્યમાંથી કોનો પ્રેમ મળશે? એ જાણવા માટે તમારે થિયેટરમાં જવું પડશે.
ડિરેક્શન
'રાઝ રિબૂટ'માં વિક્રમ ભટ્ટનું ટિપિકલ ડિરેક્શન જોવા મળ્યું છે. સિનેમેટોગ્રાફી સિમ્પલ છે. સ્ટોરીમાં પણ કંઇ નવું નથી. સ્ટોરી બહુ ધીમી છે જે કંટાળો લાવે છે. લોકેશન્સ અને બેકગ્રાઉન્ડ સારૂ છે. આ ફિલ્મમાં ડિરેક્ટરે બિપાશા બસુ અને ડિનો મોરિયા સ્ટારર 'રાઝ'નું મેજિક બીજીવાર ક્રિએટ કરવાની કોશિશ કરી છે પરંતુ તેમને સફળતા મળી નથી.
એક્ટિંગ
ઇમરાન હાશ્મીએ તેની અન્ય ફિલ્મ્સ કરતા સારૂ કામ કર્યું છે. સ્ટોરીના હિસાબે કાસ્ટિંગ સારૂ છે. ક્રિતી ખરબંદા અને ગૌરવ અરોરાએ પણ સારી રીતે પોતાનો રોલ કર્યો છે.
મ્યૂઝિક
ફિલ્મના હિસાબે મ્યૂઝિક ઠીક-ઠાક છે.
ફિલ્મ જોવી કે નહીં?
જો તમે એ વિચારીને થિયેટરમાં જાઓ છો કે આ ફિલ્મમાં 'રાઝ'નું મેજિક અને હોરર જોવા મળશે તો તમે નિરાશ થઇ શકો છો.
અન્ય સમાચારો પણ છે...