ફિલ્મ રિવ્યૂઃ કુકુ માથુર કી ઝંડ હો ગઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
'કુકુ માથુર કી ઝંડ હો ગઈ' નવી બોટલમાં જૂના દારૂ જેવી છે. આ ફિલ્મમાં હિંદી મસાલાનો નવેસરથી ઉપયોગ કરવામાં આવ્યો છે
વાર્તાઃ કુકુ અને રોની નાનપણના લંગોટિયા મિત્ર છે. થોડાં સમય પછી બંને મિત્રો અલગ થઈ જાય છે. જોકે, એક નાનકડા બ્રેક બાદ બંને પાછા એકબીજાને મળે છે અને તેમની મિત્રતા શરૂ થઈ જાય છે.
આ ફિલ્મ દોસ્તી-મિત્રતાના રેપરમાં લપેટીને દિલ્હીના ઢાબા સ્ટાઈલમાં આપવામાં આવી છે, અલબત્ત એમાં એ જ જૂનો તડકો ઉમેરવામાં આવ્યો છે. ફિલ્મમાં તમામ નવા કલાકારો છે.
કુકુ માથુર(સિદ્ધાર્થ) માતા વગરનો દિલ્હીનો એક મિડલ ક્લાસ બોય છે, જે પોતાના એકદમ કડક પિતાની સાથે રહેતો હતો. કુકુના પિતા તેના માટે ઘણાં જ મહત્વકાંક્ષી છે પરંતુ કુકુ તો એક રેસ્ટોરન્ટ ખોલવાનું વિચારે છે.
રોની(આશીષ) કુકુનો ખાસમિત્ર છે. તે એકદમ સ્માર્ટ અને નિરાંતવાળો છે. બંનેને ટીનએજથી જ સાડીના ગોડાઉનમાં ફ્રૂટ બિયર પીવનું વ્યસ્ન છે. 12 ધોરણ બાદ કુકુને ઘણાં જ સંઘર્ષ બાદ એક શેડી ફિલ્મ યુનિટમાં સ્પોટ બોય તરીકે કામ મળે છે. તો રોની પોતાના બ્લાઉઝ પીસના ફેમિલી બિઝનેસમાં જોડાઈ જાય છે પરંતુ આ વાતને કારણે રોની પોતાના મિત્રો વચ્ચે ઘણીવાર અપમાનિત થાય છે.
ટૂંક સમયમાં જ કુકુની સામે જીવનની કડવી વાસ્તવિકતા સામે આવે છે અને તેનું જીવન વિખેરાઈ જાય છે. આ સમય દરમિયાન ફિલ્મમાં મસ્કાબાજ કાનપુરના પ્રભાકરભાઈની એન્ટ્રી થાય છે, જેની પાસે દરેક સમસ્યાનું સમાધાન હોય છે.
અહીંથી જ ફિલ્મના ગાંડપણની શરૂઆત થાય છે. એક સારો યુવક કેવી રીતે પરિસ્થિતિઓ સામે બદલાઈ જાય છે, તે વાત આ ફિલ્મમાં બતાવવામાં આવી છે. ફિલ્મમાં કુકુની વોટ લાગી જાય છે એટલે કે 'ઝંડ હો જાતી હૈં'
અમન સચદેવાનો પ્લોટ સ્ટ્રેટ ફોરવર્ડ છે. ફિલ્મમાં નવું કંઈ જ નથી. એ જ જૂની વાત અને જૂના જોક્સ છે, જે આપણે પહેલાં અનેકવાર જોઈ ચૂક્યા છીએ અને સાંભળી ચૂક્યાં છીએ.
ફિલ્મમાં પ્રભાકરનુ પાત્ર જરૂરથી પસંદ પડે તેવું છે. આ સિવાય ગોડાઉનના ગાર્ડ પોતાની પત્ની સાથે મોબાઈલિયા(ટેલિફોનિક) ઈશ્ક કરે છે, આ બાબત ડિરેક્ટરને ઘણી જ રસપ્રદ રીતે રજૂ કરી છે. ફની પરિસ્થિતિ અને સીન તથા પાત્રોના ક્લીન હ્યુમરથી મજા આવે છે પરંતુ વાર્તા ઘણી જ નબળી છે.
અભિનયઃ આ ફિલ્મથી સિદ્ધાર્થ અને આશીષે બોલિવૂડમાં એન્ટ્રી કરી છે પરંતુ ફિલ્મમાં કુકુની લવ ઈન્ટરેસ્ટ બનતી તોતા(સિમરન) પોતાની પ્રભાવ મૂકવામાં નિષ્ફળ રહી છે. ખરી રીતે તો, સિમરન પાસે ફિલ્મમાં કોઈ સ્કોપ હોતો નથી.
ડિરેક્શનઃ અમન સચદેવાનુ ડિરેક્શન સારું છે પરંતુ નબળી વાર્તાને કારણે તે વધારે કંઈ કમાલ કરી શક્યા નહીં.
શા માટે જોવી ફિલ્મઃ જો તમારે કોઈ પણ ફિલ્મ થિયેટરમાં જોવી હોય તો આ ફિલ્મ જોઈ શકાય. બાકી પૈસા બગાડવાની કોઈ જરૂર નથી.