ગો ગોવા ગોન' જીવતા મડદાઓથી બચીને હસવા લાગો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મૂવી રિવ્યૂઃ 'ગો ગોવા ગોન' જીવતા મડદાઓથી બચીને હસવા લાગો

રેટીંગઃ3

કલાકારોઃ સૈફ અલીખાન, કુણાલ ખેમુ, વીર દાસ, આનંદ તિવારી, પૂજા ગુપ્તા

નિર્દેશકઃ રાજ નિદીમોરૂ અને ક્રિષ્ના ડીકે

નિર્માતાઃ સૈફ અલીખાન, દિનેશ વીજાન અને સુનિલ લુલ્લા.

સંગીતકારઃ સચિન-જીગર

જેનરઃ જોમ્બી કોમેડીજ્યારે આ ફિલ્મનાં ત્રણ મુખ્ય પાત્રોનો સામનો પ્રથમવાર નશામાં ધૂત બનીને ચાલતા હોય અને તેના ચહેરામાંથી લોહી ટપકી રહ્યું એવા વિચિત્ર પ્રકારનાં માણસો સાથે થાય છે.ત્યારે તે અચંબિત થઇ જાય છે.

ફિલ્મનાં શરૂઆતનાં દ્રશ્યોમાં આપણો સામનો વેમ્પાયર સાથે થાય છે.આ સમયે આ ત્રણેય યુવકો ટીવી પર જ્યારે માઇકલ જેકસનની થ્રીલરની તેલુગુ આવૃત્તિ નિહાળતા હોય છે. જેમાં મેગાસ્ટર ચીરંજીવીએ અભિનય કર્યો હતો.

તે વિચિત્ર ચહેરાઓ ધીમે ધીમે એક જંગલમાં આ યુવકો તરફ આગળ વધે છે. તેનાં પગ સીધા હોવાથી આ યુવકો સમજી જાય છે કે, તે ચુડેલ પણ નથી.


એક વાત તો નક્કી છે કે, તે સામાન્ય ભૂત નથી નહીતર તો તે ક્રિશ્ચીયન ક્રોસ જોઇને ડરી જઇ નાસી છુટત. તેની સાથે દર્શકો પણ સમજી જાય છે કે, આ વખતે તેનો નવા પ્રકારનાં ભૂત-પ્રેત સાથે પનારો પડ્યો છે. ફિલ્મનું એક પાત્ર આપણને જણાવે છે કે, વાસ્તવમાં આ વિચિત્ર પ્રાણી હોલિવૂડ ફિલ્મ્સમાં બતાવવામાં આવે છે તેમ અડધા જીવીત અને અડધા મૃત જોમ્બી છે.

પરંતુ આ તે પ્રકારની જોમ્બી ફિલ્મ નથી. જેનું મૂળભૂત ધ્યેય દર્શકોને ડરાવવાનું હોય છે. વેસ્ટર્ન કલ્ચરમાં જોમ્બી એક જાણીતો શબ્દ છે અને આ પ્રકારની ફિલ્મ્સની શરૂઆત વર્ષ 1968માં જ્યોર્જ રોમેરોની 'નાઇટ ઓફ ધ લીવીંગ ડેડ'થી થયો હતો. રોમેરોએ ત્યાર બાદ 1978માં 'ડોન ઓફ ધ ડેડ' બનાવી હતી. પરંતુ આ જોમ્બી ફિલ્મને કોમેડી કહી શકાય અને તેને વર્ષ 2004ની ફિલ્મ 'શોન ઓફ ધ ડેડ'ની શ્રેણીમાં રાખી શકાય તેમ છે.

આ રીતે આ ફિલ્મની પૃષ્ઠભૂમિ અંગે પહેલા દર્શકોને સમજાવવું પડે છે. શું એમ કહી શકાય કે આપણાં ફિલ્મકારો પોતાની જાતથી પણ આગળ નીકળી રહ્યા છે? બની શકે.શું જોમ્બી ફિલ્મ હોવા છતાં આ ફિલ્મ મસ્ત મજાની છે?ખરેખર. ફિલ્મમાં કલાકારનું ખૂબ સરસ પ્રદર્શન છે. કોમિક ટાઇમીંગ પણ લાજવાબ છે. તો સંવાદો તો ઉચ્ચ દરજ્જાનાં છે. ફિલ્મનું હ્યુમર મુખ્યત્વેઃ ત્રણ યુવાઓની જીવન શૈલી અને લવ-લાઇફ પર કેન્દ્રીત છે.

સાથે સાથે આ ફિલ્મમાં બોરિસ ક્રિસ્ટો જેવા એક રૂસી શરાબનાં વેપારીની મહત્વપૂર્ણ ભૂમિકા છે. તેને બોરિસને બદલે બારિશ કહીને બોલાવવામાં આવે છે અને તે તેના એક સાથી સાથે મળીને ખૂબ આરામથી જોમ્બીજનાં માથા ઉડાવી દે છે.

આપણે ઇચ્છીએ છીએ કે ફિલ્મમાં જોમ્બીજ સાથેનો અંતિમ જંગ મોડો આવે અને એટલી ઝડપથી તે સમાપ્ત પણ થઇ જાય. આ રીતે આ ફિલ્મ થોડી લાંબી ખેંચાઇ હોવાનું લાગે છે.પરંતુ બારીશ પાસે કોઇ વિકલ્પ નથી. આપણને પણ પ્રેતોનો પલીતો લાગવા સામે કોઇ વાંધો નથી.આમ પણ તે પહેલેથી જ અર્ધ મરેલા હતાં.

વાસ્તવમાં અમેરિકામાં જોમ્બી ફિલ્મ્સ ઉપભોક્તાવાદી સંસ્કૃતિ પર કટાક્ષ કરતી હતી. કારણ કે આ પ્રેતોની માફક ઉપભોક્તાવાદ પણ લોકોનું લોહી ચૂસવામાં વિશ્વાસ ધરાવે છે. કામનાં બોજમાં દબાયેલા ઓફીસ કર્મચારીઓ કે જેને દિવસ અને રાતનું ભાન પણ હોતુ નથી.આથી તે જોમ્બી તરીકે ઓળખાય છે. જોકે આ ફિલ્મ આ અંતર્કથા અંગે નથી.

ત્રણેય યુવાઓમાંથી એક બની(આનંદ તિવારી જેમણે શાનદાર અભિનય કર્યો) મહેનતુ છે. બાકી બચેલા બેમાંથી એક હાર્દીક(કુણાલ ખેમુ) મસ્તમૌલા છે અને લવ (વીરદાસ)પ્રેમમાં ઘાયલ થયેલો હોય છે. પરંતુ વાસ્તવમાં આ બન્ને મોજમસ્તી કરવામાં વિશ્વાસ ધરાવે છે. તે ગોવાનાં એક વેરાન આઇલેન્ડમાં મોજમજા કરવા માટે તેની સાથે તેના મહેનતુ મિત્રને પણ લઇ જાય છે.


પાર્ટીમાં હાજર રહેલા તમામ યુવાનો મોંઘી પીલ્સ(ગોળી)નું સેવન કરે છે. પરંતુ આ ત્રણેય તે ખરીદી શકતા નથી. સવાર પડતા પાર્ટીનો રંગ પણ ઉતરી ગયો હોય છે. પરંતુ આ ત્રણેય મિત્રોને માલૂમ થાય છે કે તેના તમામ સાથીઓ જેમાં એક હોટ યુવતી પણ સામેલ છે, તે જોમ્બીમાં તબ્દીલ થઇ ગયા હોય છે. આ તમામ જોમ્બી વિદેશી ગોરાઓ લાગે છે.કદાચ આ બહાને ફિલ્મકાર હોલિવૂડની જોમ્બી ફિલ્મ્સ પ્રત્યે પોતાની આદરાંજલિ પણ અર્પિત કરી શકે છે. હું આ પ્રકારની ફિલ્મ્સનો મોટો પ્રશંસક તો નથી. તેમછતાં ડેનિ બોયલની 27 ડેઝ લેટર, સેમ રેમીની ધ એવિલ ડેડ(1981),ધ એવિલ ડેડ 2(1987)ને ભૂલી શકાય તેમ નથી.

આ ફિલ્મનાં નિર્દેશકો રાજનિદિ મોરૂ અને કૃષ્ણા ડીકે 'શોર ઇન ધ સિટી' માટે જાણીતા છે.તેની આ ફિલ્મમાં મુંબઇનું શાનદાર ચિત્રણ કરવામાં આવ્યું હતું.

હાલ તો જોમ્બીનાં ત્રાસથી આ યુવકો અને એક યુવતીને બારીશ જ બચાવી શકે તેમ છે. આ મજાની ભૂમિકા સૈફ અલીખાને કરી છે. તેના જેવા મુખ્યપ્રવાહનાં અભિનેતા માટે આ પ્રકારની ભૂમિકા કરવી સરળ ન હતી. આ પ્રકારની સાહસી ભૂમિકાઓથી ભારતીય સિનેમાનું ફલક વધુ વ્યાપક થાય છે.

બોલિવૂડ ફિલ્મ્સ તેના પોતીકા પ્રકાર માટે પણ જાણીતી છે.જોકે મને યાદ આવતુ નથી કે હિરો-હિરોઇનને છેલ્લે ક્યારે વૃક્ષની આસપાસ ગીત ગાત જોયા હતાં. પરંતુ અહીં આ દ્રશ્ય પણ જોવા મળે છે.ગીત ઋજુ અને રોમેન્ટિક છે. પરંતુ યુવતી જોમ્બી છે. આ પ્રસંગે તો આપણે માત્ર હસી શકીએ છીએ. હિરો-હિરોઇન વચ્ચે એક નજીવો તફાવત છે.આ ફિલ્મ આ તફાવત પ્રત્યે સચેત રહે છે. જો તમે આ ફિલ્મ જોવા માગતા હોય તો તે એક મજાનો અનુભવ રહેશે.