તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોલિવૂડની આ હોટ હસીના ગુપ્ત રીતે જોડાઇ લગ્ન ગ્રંથિથી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અર્થશાસ્ત્રમાં નોબલ પારિતોષિક વિજેતા અમર્ત્ય સેનની પુત્રી અને ફિલ્મ અભિનેત્રી નંદના સેને 'ગજીની'નાં નિર્માતા મધુમન્ટેના સાથેના સંબંધો સમાપ્ત કરીને પેંગ્વિનનાં ચેરમેન અને સીઇઓ જહોન મેકીનસન સાથે લગ્ન કરી લીધા છે. આ પહેલાં 'ગજીની'નાં નિર્માતા મધુ મન્ટેના અને નંદના વચ્ચે 9 વર્ષ પ્રેમ સંબંધો હતાં. પરંતુ નંદનાએ આ સંબંધો પર પૂર્ણવિરામ લગાવી દીધું હતું. નંદનાએ ગત સપ્તાહે ન્યૂયોર્કમાં ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે.
નંદના અને મધુ મન્ટેના વચ્ચે એક વર્ષ પહેલાં જ બ્રેકઅપ થઇ ગયું છે.આથી નંદનાએ તેના ભૂતકાળને પાછળ છોડીને 22 જુનનાં રોજ જહોન મેકીનસન સાથે એક નાના સમારોહમાં લગ્ન કરી લીધા છે. જેમાં નજીકનાં મિત્રો અને પરિવારજનો હાજર રહ્યાં હતાં.
નંદના સેનનાં લગ્ન અંગે વધુ જાણવા આ તસવીરો બદલો