Poster Out: 'એક્શન જેક્સન'માં અજય દેવગણનો ધાંસુ લુક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
('એક્શન જેક્સન'નું પોસ્ટર)
મુંબઇ: ફિલ્મમેકર પ્રભુ દેવાની આગામી ફિલ્મ 'એક્શન જેક્સન'ના બે નવા પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યાં છે. ફિલ્મના એક પોસ્ટરમાં અજય દેવગણ નજરે પડી રહ્યો છે, જ્યારે બીજા પોસ્ટરમાં અજય સાથે યામી ગૌતમ, સૌનાક્ષી સિંહા અને મનસ્વી મંમગાઇ પણ નજરે પડી રહી છે.
'એક્શન જેક્સન'ના બન્ને પોસ્ટરમાં અજયનો લુક શાનદાર છે. એક પોસ્ટરમાં અજયની અડધી બોડી દેખાય છે, જ્યારે બાકીના ભાગમાં કોટ નજરે પડે છે. આ પોસ્ટરમાં તેણે એક હાથમાં તલવાર અને બીજા હાથમાં રિવોલ્વર પકડી છે. પોસ્ટર પર લખ્યું છે, 'Naa Commitment Naa Appointment Only Punishment'. 'એક્શન જેક્સન' 5 ડિસેમ્બરે રીલિઝ થશે.
આગળ જુઓ, 'એક્શન જેક્સન'ના અન્ય પોસ્ટર્સ...