તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એકતા કરી બધી હદ પાર, જુઓ અંધવિશ્વાસમાં એને શું કરી નાખ્યું?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મિલન લુથરિયાના નિર્દેશન હેઠળ બનેલી ફિલ્મ 'વન્સ અપોન ટાઈમ ઈન મુંબઈ અગેઈન' 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. હાલમાં આ ફિલ્મનું પ્રમોશન જોરશોરથી થઈ રહ્યું છે.

હાલમાં આ ફિલ્મનું બીજું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ અવસર પર મિલન લુથરિયાની સાથે ફિલ્મ નિર્માતા એકતા કપૂરે પણ હાજરી આપી હતી. હંમેશાની જેમ એકતા કપૂર વિચિત્ર ડ્રેસમાં જ જોવા મળી હતી. આ સમયે એકતાએ બ્લેક રંગનું ગાઉન પહેર્યું હતું. જે તેને બિલકુલ સારું લાગતું નહોતું.

ફિલ્મનાં ટ્રેલરનાં લોન્ચિંગ વખતે એકતા ઘણી ધાર્મિક જોવા મળી હતી. એકતાએ હાથની બધી આંગળીમાં રત્નજડિત વીટીં પહેરી હતી અને બન્ને હાથનાં કાંડામાં તેણે તાવીજ પણ પહેર્યું હતું. એકતા ફિલ્મની સફળતા માટે ભગવાનને ખુશ કરવામાં લાગી ગઈ હોય તેમ લાગે છે.

નોંધનીય છે કે એકતા થોડાં દિવસ પહેલા જુહૂના હરે રામ હરે કૃષ્ણ મંદિરમાં દર્શન કરવા ગઈ હતી. મંદિરમાં પોતાનો ચહેરો છુપાવવા તેણે નાનો ટુવાલ ચહેરા પર નાખ્યો હતો.

'વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ' અગેઈનના ટ્રેલર લોન્ચની તસવીરો...