\'તમંચે\'ના ગીત \'પ્યાર મેં દિલ પે..\'માં જોવા મળશે રિચા-નિખિલનો રોમાન્સ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ તમંચેના 'પ્યાર મેં દિલ પે' ગીતના ટીજરમાં રિચા અને નિખિલ દ્વિવેદી)
મુંબઈઃરિચા ચઢ્ઢા અને નિખિલ દ્વીવેદીની આગામી ફિલ્મ 'તમંચે'નું 'પ્યાર મેં દિલ પે માર દી ગોલી..'નું ટીજર રીલિઝ થઈ ગયુ છે. આ ફિલ્મમાં આ ગીત અલગ અંદાજમાં જોવા મળશે.
ટીજરમાં ગીતની શરૂઆતમાં લખવામાં આવ્યું આવ્યુ છે 'કમ ફોલ ઈન લવ અગેન'.
સુર્યવીરસિંહ ભુલ્લરની આ આગામી ફિ્લમ એકશન થ્રીલર મૂવી છે. આ ફિલ્મમાં રિચા ચઢ્ઢાએ બેહદ બોલ્ડ સીન્સ આપ્યા છે. બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને ફિલ્મમાં નિખિલ દ્વિવેદીનો અભિનય જોઈને ખૂબ પ્રસંશા કરી છે. સલમાન ખાને કહ્યું છે કે આ ફિલ્મમાં હિટ થવાની ક્ષમતા છે. આ ફિલ્મ આગામી 10 ઓક્ટોબરના રોજ રીલિઝ થઈ રહી છે.
'તમંચે'ના 'પ્યાર મેં દિલ પે' ગીતના ટીજરની તસવીરો અને છેલ્લી સ્લાઈડમાં ટીજર જોવા આગળ ક્લિક કરો