Deleted Scenes@PK: જ્યારે આમિરની પ્રાર્થના પછી ડાન્સ કરવા લાગી કાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇ: આમિર ખાન સ્ટારર ફિલ્મ 'પીકે' ગયા વર્ષે ડિસેમ્બરમાં રીલિઝ થઇ હતી. આ ફિલ્મના કેટલાક ડિલીટેડ સીન સામે આવ્યા છે. એક સીનમાં આમિર કારના પાછળના કાચ પર લગાડેલા ભગવાનના પોસ્ટર સામે હાથ જોડીને ઊભો હોય હોય છે અને કહે છે, "ભગવાન હમ કૌન સી કંપની કા હું. કિસ ભગવાન કી પૂજા કરું? ઇ તો બતા દીજીએ. કુછઉં સિગનલ તો દીજીએ." આટલામાં કાર હલવા લાગે છે.
એક સીનમાં આમિર વરસાદમાં બેટરી રિચાર્જ ડાન્સ કરે છે, જ્યારે અન્ય એક સીન આમિર તેના ગ્રહ પર પાછો જાય છે એ પછીનો છે. ઉલ્લેખનીય છે કે, ડિરેક્ટર રાજકુમાર હિરાણીની આ ફિલ્મમાં આમિર ખાન બીજા ગ્રહના વ્યક્તિના પાત્રમાં હોય છે. ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપસર આ ફિલ્મનો ખૂબ વિરોધ પણ થયો હતો. ફિલ્મમાં આમિર ઉપરાંત અનુષ્કા શર્મા અને સુશાંત સિંહ રાજપૂત પણ મુખ્ય ભૂમિકામાં હતા.
આગળ જુઓ, એવા જ કેટલાક ડિલીટેડ સીન્સ...