રણવિરને કારણે દીપિકા-અનુષ્કામાં ઝઘડો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જો અફવાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો દીપિકા અને અનુષ્કા શર્મા એકબીજા સાથે કોઈ સંબંધ રાખવા ઈચ્છતા નથી. જોકે, આ બંને પ્રોફેશનલ નહીં પણ અંગત કારણોસર એકબીજા સાથે વાત કરવા પણ તૈયાર નથી. રણવિર સિંહ આ બે બાળાઓની વચ્ચે આવી ગયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દીપિકા અને રણવિર વચ્ચેની વધતી મિત્રતાથી અનુષ્કા ઘણી જ ટેન્શનમાં છે. દીપિકા અને રણવિર સંજય લીલા ભણશાલીની ફિલ્મ 'રામલીલા'માં સાથે કામ કરી રહ્યાં છે. વધુમાં અનુષ્કા અને રણવિરમાં દીપિકાને લઈને ઉગ્ર દલીલો થઈ હતી. સૂત્રોએ દાવો કર્યો છે કે અનુષ્કા અને રણવિરના સંબંધોમાં અંતર આવી ગયું છે. આવામાં દીપિકા, રણવિરની વધુ નિકટ આવી શકે તેમ છે. બંને સાથે કામ તો કરી જ રહ્યાં છે, તેમની કેમેસ્ટ્રી પણ ખાસ છે. દીપિકા અને રણવિરની કેમેસ્ટ્રીને લઈને ફિલ્મ યુનિટ કહે છે કે બંને સ્ક્રિન પર ડાયનેમિક અને સિઝલિંગ દેખાય છે. આ વાતોને લઈને અનુષ્કા હેરાન-પરેશાન છે.