• Gujarati News
  • Daniel Bauer Will Make Up To Arpita Khan For Her Marriage

લીડિંગ અભિનેત્રીઓને કરી ચૂક્યો છે તૈયાર, હવે સલમાનની બહેનને બનાવશે દુલ્હન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર: જેક્લિન ફર્નાન્ડિઝ અને ઐશ્વર્યાને મેકઅપ કરતો ડેનિયલ બોયર)
મુંબઇ: આજે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની બહેન અર્પિતાના લગ્ન છે. સલમાન તેના લગ્ન માટે કોઇપણ પ્રકારની કમી રાખી નથી. ત્યાં સુધી કે અર્પિતાના મેકઅપ માટે બોલિવૂડના પ્રસિદ્ધ સ્ટાઇલિસ્ટ ડેનિયલ બોયરને હાયર કરવામાં આવ્યો છે. તે કેટરિના કૈફ, દીપિકા પાદુકોણ, ઐશ્વર્યા રાય બચ્ચન, કરિના કપૂર અને અનુષ્કા શર્મા જેવી લીડિંગ અભિનેત્રીઓના સ્ટાઇલિસ્ટ તરીકે ઓળખાય છે.
કોણ છે ડેનિયલ બોયર
ડેનિયલ બોયરની ગણતરી ભારતના સૌથી સારા મેકઅપ આર્ટિસ્ટ્સમાં થાય છે. ડેનિયલ તેના કામ માટે ભારતમાં જ નહીં, પણ વિદેશમાં પણ ઓળખાય છે. ડેનિયલનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થયો હતો, જ્યારે તે જર્મનીમાં ભણ્યો. તેની મા ઇન્ડો-થાઇ છે અને પિતા જર્મન.
મેકઅપ આર્ટિસ્ટ બનતાં પહેલા ડેનિયલ સાઇકિયાટ્રિક નર્સ તરીકે કામ કરતો હતો. પછી તે રોજમેરી શ્નાઇડર મ્યૂનિખ બ્યૂટી કંપની સાથે જોડાયો હતો. 17 વર્ષના કરિયરમાં તે આખા યુરોપ અને એશિયામાં કામ કરી ચૂક્યો છે. હાલ તે મુંબઇમાં રહે છે. તે બોલિવૂડના ઘણા સ્ટાર્સનો રેગ્યુલર આર્ટિસ્ટ છે.
આગળ જુઓ, ડેનિયલની કેટલીક તસવીરો...