• Gujarati News
  • Colors Bash: Salman, Sridevi, Sonali, Yuvraj Glam Up The Red Carpet

પાર્ટીમાં સલ્લુ-બિગ બીએ જમાવ્યો રંગ, શ્રી પર થઈ ગયાં લોકો ફિદા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બી ટાઉનમાં આજકાલ પાર્ટીની મૌસમ પૂર બહારમાં ખીલી હોય તેમ લાગે છે. હાલમાં જ કલર્સે એક શાનદાર પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં માત્ર ટેલિવૂડનાં જ નહીં પણ બોલિવૂડનાં દિગ્ગજો પણ હાજર રહ્યાં હતાં.

રેડ કાર્પેટ પર આ સ્ટાર્સે ફોટોગ્રાફર્સને મસ્ત પોઝ આપીને ખુશ પણ કરી દીધા હતાં.

પાર્ટીમાં શ્રીદેવીના બેકલેસ ગાઉને સૌંનું ધ્યાન ખેચ્યું હતું. શ્રી આ ઉંમરે પણ ઘણી જ સુંદર લાગતી હતી. સલમાન ખાન અને અમિતાભ બચ્ચન પણ પાર્ટીમાં હાજર રહ્યાં હતાં.

તો, ફિલ્મ અભિનેત્રી નેહા ધૂપિયા પોતાના રિવેલ્વિંગ આઉટફિટથી સૌ કોઈની નજરમાં વસી ગઈ હતી.

પાર્ટીમાં આ સિવાય સોનાલી બ્રેન્દ્રે, ઉર્વશી ધોળકિયા, કરન જોહર, અનુપમ ખેર, યુવરાજ સિંહ, ઈમામ સિદ્દીકિ, ટેરેન્સ, મુગ્ધા ગોડસે સહિતનાં અનેક સ્ટાર્સ હાજર રહ્યાં હતાં.