તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધર્મેન્દ્રના જમાઈએ કરી હેલોવીન પાર્ટી,રાઈમા લાગી બિહામણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર વિશ્વમાં હેલોવીન પાર્ટીને લઈને ઉત્સાહ જોવા મળે છે,જોકે ભારતમાં આ પ્રકારની પાર્ટીઝનું ચલણ જુજ પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ બોલિવૂડ સેલિબ્રિટીઝને આ પ્રકારની પાર્ટીઝ કરવામાં મજા આવી રહી હોય તેમ લાગે છે.
અત્યારસુધી તો હેલોવીન પાર્ટીનું ભૂત આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીઝ પર સવાર હતુ, પણ બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ આ પ્રકારની પાર્ટી કરવાની તક છોડતા નથી.ગત 31 ઓક્ટોબરના રોજ સમગ્ર વિશ્વમાં હેલોવીન પાર્ટીની ધૂમ મચી ગઈ હતી તો બીજી તરફ ફેશન ડિઝાઈનર રોકી.એસે મુંબઈમાં હેલોવીન પાર્ટી યોજી હતી.
આ પાર્ટીમાં અનેક ફિલ્મ સ્ટાર વિચિત્ર કોસ્ચ્યુમમાં પહોંચ્યા હતા,એશા દેઓલ પતિ ભરત અને બહેન આહના સાથે હેલોવીન કોસ્ચ્યુમમાં આવી પહોંચી હતી.તો બીજી તરફ રાઈમા અને રિયા સેન પણ કંઈક વિચિત્ર પ્રકારના કોસ્ચ્યુમમાં આવી હતી અને બન્નેનો મેકઅપ પણ બિહામણો લાગતો હતો.
હેલોવીન પાર્ટીની તસવીરો પર કરો એક નજર...