• Gujarati News
  • Budding Friendship: Deepika Padukone And Kalki Koechlin Are New B Town Friends

દીપિકા-કલ્કી છે બેસ્ટી, જાહેરમાં જ કરે છે આવી મસ્તી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ અભિનેત્રીઓ વચ્ચે કેટ ફાઇટ સામાન્ય છે. એક અભિનેત્રીનું કોઇ અભિનેતા સાથે સારું બનતું હોય એવું આપણે જોઇએ છીએ, પણ તેની કોઇ અભિનેત્રી સાથે સારી મિત્રતા હોય એવું ભાગ્યે જ જોવા મળે છે. તાજેતરમાં જ દિલ્હી ખાતે આયોજીત એક ઇવેન્ટમાં દીપિકા પાદુકોણ અને કલ્કી કોચલીન વચ્ચે આંખે વળગે એવું બોન્ડીંગ જોવા મળ્યું.

આ પ્રસંગે દીપિકા અને કલ્કીની મિત્રતાની ઝાંખી થઇ. સાથે જ ઇવેન્ટમાં હાજર આ બન્ને અભિનેત્રીઓએ ડાન્સ સાથે ખૂબ મસ્તી પણ કરી હતી અને કેટલાક પોઝ પણ આપ્યાં હતાં.

જ્યાં દીપિકાએ રણબિર કપૂર સાથેના બ્રેકઅપની વાત નીકળ્તાં કહ્યું હતું કે, "બ્રેકઅપ પછી હું ખૂબ રડી હતી, પણ તેના પછી હું સારી વ્યક્તિ તરીકે બહાર આવી. હું તેનો આભાર માનું છું."

જુઓ, દીપિકા-કલ્કીની કેટલીક તસવીરો...