આ સ્ટાર્સે નથી આપ્યો મત, પહોંચી ગયા IIFA, તસવીરોમાં ખાસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવૂડમાં અત્યારે આઈફાનો માહોલ છવાયેલો રહ્યો છે. બોલિવૂડના અનેક એવા સ્ટાર્સ છે, જેમણે મતદાનને બદલે આઈફામાં જવાનું વધારે પસંદ કર્યું છે. સતત ત્રીજા દિવસે પણ બોલિવૂડ સ્ટાર્સ ફ્લોરિડા જતા જોવા મળ્યાં હતાં.
21 તારીખે કેટલાંક બોલિવૂડ સ્ટાર્સ ફ્લોરિડા જવા રવાના થઈ ગયા હતાં. આમાં સોનાક્ષી સિંહા, સૈફ અલી ખાન, અદિતી રાવ ફ્લોરિડા જવા નીકળ્યા હતાં.
22મી ફેબ્રુઆરીના રોજ દીપિકા પાદુકોણ, મલાઈકા અરોરા, યામી ગૌતમ, કલ્કી કોચલીન જેવા સ્ટાર્સ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. રીતેશ દેશમુખ પત્ની જેનેલિયા વગર એકલો જ જોવા મળ્યો હતો. તુષાર કપૂર, અરૂણોદય સિંહ, પ્રિતમ, ડિઝાઈનર મનિષ મલ્હોત્રા પણ આઈફા ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપશે.
23મી ફેબ્રુઆરીના રોજ રીતિક રોશન, માધુરી દીક્ષિત, બોમન ઈરાની, દિવ્યા દત્તા અને કરિના કપૂર એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. કરિના કપૂર થાકેલી લાગતી હતી.
તસવીરોમાં આઈફા જવા રવાના થયેલા સ્ટાર્સ....