IIFA: બોલિવૂડ સ્ટાર્સ એરપોર્ટ પર, ચહેરા પર જોવા મળ્યો થાક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઈફામાંથી પરત આવનાર સ્ટાર્સમાં દીપિક પાદુકોણ, રણવિર સિંહ, આર માધવન, વીજે એન્ડી, એલી અવરામ સહિતના સ્ટાર્સનો સમાવેશ થાય છે. તો પ્રિટી ઝિન્ટા દુબઈથી પરત ફરી છે. પ્રિટી રેડ ટી-શર્ટ અને બ્લેક જીન્સમાં જોવા મળી હતી. તેની એક હાથમાં હેન્ડ બેગ અને એક હાથમાં લેપટોપ હતું. આ વખતે પ્રિટીની ટીમ કિંગ્સ ઈલેવન પંજાબનું પર્ફોમન્સ સારું રહ્યું છે.
આઈફા એવોર્ડ્સ પૂર્ણ થઈ ગયા છે. હવે, સ્ટાર્સ મુંબઈ પરત આવવા લાગ્યા છે. 28મી એપ્રિલના રોજ સૌ પહેલાં મુંબઈ એરપોર્ટ પર બોલિવૂડ અભિનેતા રીતિક રોશન જોવા મળ્યો હતો. બીજા દિવસે ફરહાન અખ્તર પોતાની પત્ની અધૂના સાથે, કેકે મેનન, રિતેશ દેશમુખ, રાજકુમાર હિરાની સહિતના સેલેબ્સ એરપોર્ટ પર થાકેલા જોવા મળ્યાં હતાં.
નોંધનીય છે કે અમેરિકામાં ફ્લોરિડાના ટેમ્બા બે ખાતે 24થી 26 એપ્રિલ સુધી આઈફાની ધમાલ મસ્તી થઈ હતી. આ પ્રસંગે અનેક સ્ટાર્સ અહીંયા આવ્યા હતાં. આ ઈવેન્ટમાં અનિલ કપૂર, ગોવિંદા, આફતાબ શિવદાસિની, અનુપમ ખેર, બિપાશા બાસુ, શ્રીદેવી પોતાના પૂરા પરિવાર સાથે, માધુરી દીક્ષિત, આર માધવન, મલાઈકા અરોરા, મિલ્ખા સિંહ, પરિણીતી ચોપરા, રાજકુમાર હિરાની, રિતેશ દેશમુખ, પ્રિયંકા ચોપરા કરિના-સૈફ, શરમન જોશી, શત્રુધ્ન સિંહા, શંકર, સિદ્ધાર્થ મલ્હોત્રા, સોનુ સુદ, તુષાર કપૂર, સ્વરા ભાસ્કર, વાણી કપૂર, વીરદાસ, વિવેક ઓબેરોય, યામી ગૌતમ સહિતના સ્ટાર્સ હાજર રહ્યાં હતાં.
તસવીરોમાં જુઓ એરપોર્ટ પર સ્ટાર્સ....