BMCના હોકિંગ જોન્સનો વિરોધ કરતાં સ્ટાર્સ રસ્તા પર, રીશી કપૂર આગેવાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(વીડિયોઃ વિરોધ કરતાં સ્ટાર્સ
મુંબઇ: રવિવારે બોલિવૂડની હસ્તીઓએ પાલી હીલ વિસ્તારમાં બનવા જઇ રહેલા હોકિંગ ઝોન્સ (હોકર્સની દુકાનો)નો વિરોધ કર્યો. મુંબઇના પોશ વિસ્તારમાંથી એક પાલી હીલમાં રહેનાર બોલિવૂડ સ્ટાર્સ અહીં હોકર્સ ઝોન બનવાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધ-પ્રદર્શનની આગેવાની કરી રહેલા રીશી કપૂરે કહ્યુ, "જો બીએમસીને ફરિયાઓથી એટલો જ પ્રેમ છે, તો કેમ પહેલા કુંબાલા હીલ, માલબાર હીલ જેવા વિસ્તારોમાં હોકર્સને બેસવા માટે મંજૂરી નથી અપાતી, જ્યાં મંત્રી રહે છે. પાલી હીલના સડકો સાંકળી છે અને લોકો બન્ને બાજુ ગાડીઓ પાર્ક કરે છે. છતાં હોકર્સ બેસવા લાગશે તો સ્થિતિ કેવી થશે, એનો અંદાજ લગાડી શકાય છે."
રસ્તા પર ઉતર્યા સ્ટાર્સ
બીએમસીના પ્રસ્તાવિક હોકર્સ ઝોન્સ વિરુદ્ધ પ્રદર્શનમાં રીશી કપૂર ઉપરાંત મ્યૂઝિક કમ્પોઝર વિશાલ ડડલાણી, ફિલ્મ નિર્માતા રાકેશ ઓમપ્રકાશ મેહરા, પ્રેમ ચોપડા અને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા જેવી હસ્તીઓ સામેલ થઇ હતી. આ પ્રદર્શનમાં બીજેપીના એક એમએલએ પણ સામેલ થયા હતા.
2004થી આ વિસ્તારમાં રહેતા કમ્પોજર વિશાલ ડડલાણીએ કહ્યુ, "અમે ચોખ્ખા, સ્વસ્છ અને સંગઠિત એરિયાની માંગ કરીએ છીએ, આવામાં આ પ્રકારની યોજના બનાવતાં પહેલા બીએમસીએ સિટી પ્લાનર સાથે વાતચીત કરવી જોઇએ."
રણબિર કપૂર ના જોડાયો
આ વિરોધ પ્રદર્શનમાં બોલિવૂડ અભિનેતા રણબિર કપૂર પણ જોડાવવાનો હતો, પણ મીડિયા અને લોકોનું ધ્યાન મુદ્દા પરથી ભટકે નહીં એના લીધે તેની માં નીતુએ તેને આનાથી દૂર રાખ્યો.
પાલી હીલ રેસિડેન્ટ એસોસિએશનના સચિવ મધુ પોપલાઇએ કહ્યુ કે રણબિર કપૂર આ અભિયાનને સંપૂર્ણ રીતે સમર્થન આપે છે. તે આ જ વિસ્તારમાં મોટો થયો અને તેને પણ આ વિસ્તાની ચિંતા છે. રવિવારે 150 રહેવાસી 'ડોન્ટ કિલ પાલી હીલ' જેવા સ્લોગન સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. અહીંના લોકોના કહેવા પ્રમાણે 10 હોકર્સને લાઇસન્સ પહેલાથી જ અપાઇ ગયા છે. આમાં વેજિટેબલ વેન્ડર, ફ્રૂટ વેન્ડર, બે ટી સ્ટોલ અને સ્ક્રેપ ડીલરનો સમાવેશ થાય છે.
વિરોધ પાછળ તર્ક
આ વિસ્તારમાં કુલ 50 હોકિંગ ઝોન્સ બનાવવાનો પ્રસ્તાવ છે. સ્ટાર્સનું કહેવું છે કે તેઓ હોકર્સની રોજી-રોટી વિરુદ્ધ નથી, પણ રહેણાંક કોલોનીમાં તેઓ દુકાન લગાડવા નહીં દે. વિરોધ પ્રદર્શન કરનાર સંગઠનના એક પદાધિકારી પ્રમાણે, "જે વિસ્તારમાં કોઇ ઓફિસ અથવા કર્મચારીઓની અવર-જવર નથી, ત્યાં વડાપાવના સ્ટોલનો શો અર્થ. અહીં વોટ બેન્કને ધ્યાનમાં રાખીને આ પ્રકારના નિર્ણય લેવામાં આવી રહ્યાં છે. અહીં હોકર્સના જમાવડાથી કાયદાકીય-વ્યવસ્થાની સમસ્યા ઊભી થશે."
આગળ જુઓ, વિરોધ કરતાં સ્ટાર્સની તસવીરો...