બોલિવૂડ અભિનેત્રી કંગનાએ માતાને લઈને ઉજાગર કર્યું એક રહસ્ય

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવતના મતે, જો તેની માતાની મરજી ચાલી હોત તો, તેના 16 વર્ષે જ લગ્ન થઈ ચૂક્યા હતાં.

થેંક્યુ મોમ ઈવેન્ટમાં કંગનાએ કહ્યું હતું કે તેની માતા ઈચ્છતી હતી કે 16 વર્ષની ઉંમરે જ લગ્ન કરી લે. તે વિચારતા હતાં કે આ ઉંમર લગ્ન માટે યોગ્ય છે. તેના ઘરમાં લગ્નનો મુદ્દાની ઘણી જ ચર્ચા થતી હતી. તેના ભાઈની ઉંમર 22 વર્ષની છે અને તેની માતા વિચારે છે કે તેના ભાઈના લગ્નની ઉંમર વિતી ગઈ છે.

ઈવેન્ટમાં જ્યારે કંગનાને પૂછવામાં આવ્યું હતું કે તે લવ મેરેજ કરશે કે એરેન્જ મેરેજ, તો કંગનાએ કોઈ જવાબ આપ્યો નહોતો.

આ ઈવેન્ટમાં કંગનાની માતા આશા પણ હાજર હતી. આ સાથે જ શક્તિ કપૂરની પુત્રી શ્રદ્ધા કપૂર અને અભિષેક કપૂર પણ હાજર રહ્યાં હતાં.

તસવીરોમાં ઈવેન્ટની ખાસ તસવીરો....