તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sunny Leone Launched A Cover Page Of Magazine Mandate

સની લિયોન ફસાઈ ગઈ લીફ્ટમાં, કંઈક આ રીતે કાઢવામાં આવી બહાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ લીફ્ટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા ટેક્નિશયન, સની લિયોન)
મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી સની લિયોન પોતાના પતિ ડેનિયલ વેબર સાથે તાજેતરમાં મેન્ડેટ મેગેઝીનના લોન્ચિંગ માટે આવી હતી. જોકે, સની લિયોન પતિ સાથે લીફ્ટમાં ફસાઈ ગઈ હતી. લીફ્ટની અંદર સની લિયોનની સાથે તેનો પતિ તથા કેટલાંક મેનેજર્સ હતાં. તમામ પ્રયાસો બાદ પણ લીફ્ટ ખુલી ના શકતા આયોજકો ગભરાઈ ગયા હતાં અને તેમણે તરત જ લીફ્ટ ટેકનિશયનને બોલાવ્યો હતો. અંતે ટેકનિશયને લીફ્ટના દરવાજામાં કાણું પાડીને દરવાજો ખોલ્યો હતો.

લાંબા સમય સુધી લીફ્ટની અંદર રહ્યાં બાદ પણ સની જ્યારે બહાર નીકળી ત્યારે તેના ચહેરા પર સહેજ પણ ચિંતા જોવા મળી નહોતી. તેણે આ આખી ઘટનાને ઘણી જ સહજતાથી લીધી હતી અને કવરપેજનું લોન્ચિંગ કર્યું હતું. સની લિયોન બ્લેક ટોપ તથા સ્કર્ટમાં ઘણી જ ગોર્જીયસ લાગતી હતી.

તસવીરોમાં જુઓ મેગેઝીનના લોન્ચિંગ પ્રસંગે સની લિયોન....