બર્થ-ડે પર બિરયાની જરૂર ખાય છે બિપાશા બસુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર: અભિનેત્રી બિપાશા બસુ)

મુંબઇ:
બોલિવૂડ અભિનેત્રી બિપાશા બસુ કહે છે, 'મને જોઇને લોકો વિચારે છે કે કદાચ હું વધારે ખાતી નહીં હોઉં. જોકે, આ વાત સાચી નથી. આઇ લવ ફૂડ. વાત ખાવાની હોય તો હું કોઇ ડિશથી ખુશ થઇ શકતી નથી. મને દર વખતે કંઇ નવું ખાવાનું ગમે છે. થાઇ ફૂડ અને ખાસ કરીને પ્રોન ગ્રીન મને બહુ પસંદ છે. સ્વાદિષ્ટ ખોરાકની સાથે પણ ફિટ રહી શકાય છે.'

Birthday & Biryani
મને બિરયાની બહુ પસંદ છે. જોકે, મેં નવ વર્ષથી રાઇસ છોડી દીધા છે, પણ મારા જન્મદિવસ પર હું બિરયાની જરૂર ખાવું છું. આ મારા તરફ પોતાને બર્થ-ડે ટ્રીટ હોય છે. એ દિવસે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર ત્રણે વખત બિરયાની ખાવું છું. બધા ફ્રેન્ડ્સ અને સંબંધીઓને પણ બોલાવું છું કે આવો મારી સાથે સ્વાદિષ્ટ બિરયાનીની મજા માણો.

Favorite Food
હું બંગાળી યુવતી છું. અમને બધાને મિઠાઇ ખૂબ ગમે છે. રેડ વેલ્વેટ કપ કેક અને ગાજરના હલવા માટે હું કંઇ પણ કરી શકું છું.
Street Food
જુદા-જુદા સમયે થોડું-થોડું ખાવું છું. વધારે પડતી એવી ડિશ પસંદ કરું છું, જે સરળ રીતે પચાવી શકાય. જોકે, ક્યારેક આ નિયમને તોડીને સ્ટ્રીટ ફૂડ એન્જોય કરું છું. આમાં પાણી પૂરી પણ સામેલ છે.
Daily Diet
દિવસ દરમિયાન હું આઠ મીલ લઉં છું. આમાં લીલા શાક અને મીટનો સમાવેશ થાય છે. બ્રેકફાસ્ટમાં ઓટ્સ અને ઇંડા લઉં છું. મારા ડેલી ડાયટમાં ચિકન, ફિશ, દાળ, રોટી, લીલા શાક, યોગર્ટ, નટ્સ અને ફ્રૂટ્સનો સમાવેશ થાય છે.

Cooking
કુકિંગ કરવું પણ સારું લાગે છે. હા, એ બરાબર છે કે ખાવાનું રાંધવા માટે મને ઓછામાં ઓછા બે દિવસની રજા જોઇએ. હું રૂટીન ખાવાનું નથી બનાવતી, પણ સ્પેશિયલ થાઇ અને બર્મીઝ ફૂડ બનાવવું સારું લાગે છે. ..તો રજાઓ એટલો જોઇએ, કારણ કે હું ઉતાવણમાં કોઇ કામ નથી કરતી. કુકિંગના એક દિવસ પહેલા આરામથી બધી તૈયારીઓ કરું છું. પછી બીજા દિવસે ડિશ તૈયાર કરું છું.