Divya Bhaskar

Home » Bollywood » Reviews » Film Reviews » Bhoomi Movie Review in Gujarati

Movie Review : ભૂમિ

Divyabhaskar.com | Updated - Sep 22, 2017, 12:01 PM

સંજય દત્તની કમબેક ફિલ્મ ‘ભૂમિ’ સિનેમાઘરોમાં રીલિઝ થઈ ગઈ છે. ઓમંગ કુમારના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ કેવી બને છે

  • Bhoomi Movie Review in Gujarati
    રેટિંગ
    2/5
    સ્ટાર કાસ્ટ
    સંજય દત્ત, અદિતિ રાવ હૈદરી, સિદ્ધાંત ગુપ્તા, શરદ કેલકર, શેખર સુમન
    ડિરેક્ટર
    ઓમંગ કુમાર
    મ્યૂઝિક
    સચિન-જીગર, ઈસ્માઈલ દરબાર
    પ્રોડ્યૂસર
    ભૂષણ કુમાર, સંદીપ સિંહ, ઓમંગ કુમાર
    જોનર
    એક્શન થ્રિલર
    સંજય દત્તની કમબેક ફિલ્મ ‘ભૂમિ’ સિનેમાઘરોમાં રીલિઝ થઈ ગઈ છે. ઓમંગ કુમારના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ કેવી બને છે, આવો જાણીએ.....
    વાર્તા
    ફિલ્મની વાર્તા ઉત્તરપ્રદેશના આગ્રાથી શરૂ થાય છે. જ્યાં અરુણ સચદેવ(સંજય દત્ત) પોતાની દીકરી ભૂમિ(અદિતિ રાવ હૈદરી)ની સાથે રહે છે. ફેમિલીની ઈનકમનો સોર્સ માત્ર તેમની ચપ્પલની દુકાન છે. ભૂમિ, નીરજ(સિદ્ધાંત ગુપ્તા)ને પ્રેમ કરે છે અને બન્નેના લગ્ન થવાના છે. આ દરમિયાન કેટલીક એવી ઘટનાઓ ઘટે છે કે પિતા-પુત્રીની લાઈફમાં તુફાન આવી જાય છે. ફિલ્મના વિલન ધોલી(શરદ કેલકર)ની ગેંગના લોકો ભૂમિનો રેપ કરે છે. જે પછી શરૂ થાય છે ન્યાયની લડાઈ. ફિલ્મમાં અરુણ પોતાની દીકરીને ન્યાય અપાવવા માટે પોલીસ સ્ટેશન, કોર્ટ રૂમ બધી જ જગ્યાએ જાય છે અને વાર્તા અંતે એક રિજલ્ટ પર પહોંચે છે. તો શું ભૂમિને ન્યાય મળે છે કે નહીં આ જાણવા માટે તમારે આ ફિલ્મ જોવી પડશે.
    ડિરેક્શન
    ફિલ્મમાં ઓમંગ કુમારનું ડિરેક્શન અને બેકડ્રોપ સારુ છે. સાથે જ ફિલ્મનું આર્ટ વર્ક પણ ઠીક છે. પરંતુ વાત કરીએ ફિલ્મની વાર્તાની તો ફિલ્મની સ્ટોરી ચવાઈ ગયેલી છે. ફિલ્મના દરેક સીનને ખૂબ જ સરળતાથી પ્રિડિક્ટ કરી શકાય છે. ક્યાં પણ સપપ્રાઈઝ એલિમેન્ટ નથી જોવા મળતો. એવામાં વાર્તાને વધુ મજબુત કરવાની જરૂર હતી. વાત કરીએ ડાયલોગની તો તેમ કોઈ દમ નથી દેખાતો, જેની પર વધુ કામ થઈ શકે તેમ વધુ. સંજયએ લાંબા સમય પછી કમબેક કરવા માટે ભૂમિની પસંદગી કરી હતી જે તેમનો ખોટો નિર્ણય બની શકે છે. આ ફિલ્મ કરતા તેમણે મુન્નાભાઈ સીરિઝની ફિલ્મને પસંદ કરી હતો તે વધારે સારુ હોત.
    એક્ટિંગ
    સંજય દત્ત પિતાના રોલમાં ખૂબ જ સારી એક્ટિંગ કરી છે. તેની એક્ટિંગ ખૂબ જ સારી છે જેના કારણે અનેક જગ્યાએ તમારી આંખોમાં આંસુ આવી જશે. બીજી તરફ અદિતિની એક્ટિંગ ઓડિયન્સને ક્નેક્ટ કરે છે, એક દીકરીના રૂપમાં તે સારી લાગી રહી છે. ફિલ્મમાં વિલન શરદ કેલકરનું કામ સારુ છે પરંતુ શેખર સુમનનો અંદાજ વધુ સારો થઈ શકે તેમ હતો.
    મ્યૂઝિક
    મ્યૂઝિક રીલિઝ પહેલા હિટ નથી થયુ. જેના કારણે ફિલ્મને તેનો કોઈ સપોર્ટ નથી મળી રહ્યો. ફિલ્મનું મ્યૂઝિક પર વધુ કામ કરીને તેને વધુ સારુ બનાવી શકાય તેમ હતુ.
    જોવાય કે નહીં
    જો તમે સંજય દત્તના ડાય હાર્ડ ફેન છો અને લાંબા સમયથી તેના કમબેકની રાહ જોઈ રહ્યા છો તો આ ફિલ્મ તમારી માટે છે. નહીં તો તમે આ ફિલ્મનું ટીવી પણ આવવાની રાહ જોઈ શકો છો.
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending