• Gujarati News
  • Bang Bang’S Third Poster Gets Out As Hrithik Roshan And Katrina Kaif Continue To Sizzle

'બેંગ બેંગ'નું ત્રીજું પોસ્ટર રીલિઝ, રીતિક-કેટની હોટ કેમિસ્ટ્રી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
('બેંગ બેંગ'ના પોસ્ટરમાં રીતિક રોશન અને કેટરિના કૈફ)
મુંબઇ: રીતિક રોશન અને કેટરિના કૈફ સ્ટારર આગામી ફિલ્મ 'બેંગ બેંગ'નું ત્રીજી પોસ્ટર રીલિઝ થયું છે. આ પોસ્ટરમાં રીતિક-કેટ એક બીજાની નિકટ દેખાય છે અને હાથમાં પિસ્તોલ છે. પોસ્ટરમાં કેટરિના કૈફ ગ્લેમરસ દેખાઇ રહી છે, જ્યારે રીતિક પણ ગુડ લુકમાં જોવા મળી રહ્યો છે.
'બેંગ બેંગ'નું ટ્રેલર લોન્ચ થયું ત્યારથી જ ફિલ્મ ચર્ચામાં છે. ટ્રેલરમાં જબરદસ્ત સ્ટંટ જોવા મળી રહ્યાં હતાં, સાથે જ કેટ-રીતિક વચ્ચે રોમાન્સ પણ. ફિલ્મને લઇને દર્શકોમાં ઉત્સુકતા વધી છે.
આ પહેલા રીતિક અને કેટરિનાની જોડી ફિલ્મ 'જિંદગી ના મિલેગી દોબારા'માં જોવા મળી હતી. ફિલ્મમાં રીતિક-કેટની જોડીને દર્શકોએ વખાણી હતી. હવે દર્શકો 'બેંગ બેંગ' માટે ઉત્સાહિત લાગી રહ્યાં છે.