તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાહરૂખ ખાનના ત્યાં પુત્રરત્નનો જન્મ, બાળકનું વજન માત્ર 1.5 કિગ્રા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લાં કેટલાંય સમયથી શાહરૂખ ખાનના સેરોગેટ બાળકને લઈને ચર્ચા થતી હતી. અંતે શાહરૂખના ત્યાં બેબી બોયનો જન્મ થયો છે. શાહરૂખે પોતાના ત્રીજા બાળકનું નામ અબ્રાહમ રાખ્યું છે.

ઈસ્લામ અને ખ્રિસ્તીનો ફેલાવો થયો તે પહેલાં અબ્રાહમ સંત હતાં. જેનિસિસ અબ્રાહમ પર લખાયેલા પુસ્તક પ્રમાણે, અબ્રાહમ ઈઝરાયેલિટ્સના ફાઉન્ડિંગ ફાધર હતાં. શરૂઆતમાં તે જુડિઈઝમ ક્રિશ્ચાનિટી અને ઈસ્લામ ધર્મ સાથે સંકળાયેલા હતાં. એટલે કહી શકાય કે શાહરૂખ ખાન ખરા અર્થમાં બિન સાંપ્રદાયિક છે. શાહરૂખના ત્યાં અત્યાર સુધી દિવાળી અને ઈદનો તહેવાર ધામધૂમથી ઉજવાતો હતો. હવે, ક્રિસમસનો તહેવાર પણ ધામધૂમથી ઉજવાય તો કોઈને નવાઈ નહીં લાગે તે નક્કી છે.

બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશને શાહરૂખના બાળકનું બર્થ સર્ટિફિકેટ આપ્યું છે.

સર્ટિફિકેટ પ્રમાણે, શાહરૂખના ત્યાં પુત્રરત્નનો જન્મ થયો છે. બાળકના માતા-પિતા તરીકે શાહરૂખ ખાન અને ગૌરી શાહરૂખ ખાનનું નામ છે. આ બાળકનો જન્મ અંધેરીના મસરાની હોસ્પિટલમાં થયો છે.

કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે, સેરોગેટ મધરે 34 અઠવાડિયે જન્મ્યું છે અને તેનું વજન 1.5 કિગ્રા છે. આ બાળકનો જન્મ 27મી મેના રોજ જન્મ્યું છે. એટલે કે તે એક મહિનાનું થઈ ગયું છે.

શાહરૂખ ખાનના બાળકને ત્રણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું, વધુ માહિતી જાણવા માટે કરો આગળની તસવીરો પર ક્લિક.....