Pix: માંડ-માંડ બચ્યો બોલિવૂડનો 'વિલન', પોલીસકર્મીએ લગાડી જાનની બાજી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(આશીષ વિદ્યાર્થી સાથે પોલીસકર્મી વિકાસ સિંહ)

ભિલાઇ:
શિવનાથ નદીના મહમરા એનીકટમાં રવિવારે ફિલ્મ 'બોલિવૂડ ડાયરી'નું શૂટિંગ ચાલી રહ્યું હતું. સીન પ્રમાણે આશિષ વિદ્યાર્થી અને તેના પુત્રનો રોલ ભજવી રહેલા કલાકારે નદીમાં નહાવવાનું હતું. અચાનક આશીષ વિદ્યાર્થી ઉંડાઇમાં જતો રહ્યો અને ડૂબવા લાગ્યો હતો. લોકો સીન અંગે અજાણ હતા. બધાને લાગ્યું કે આ સીન પ્રમાણે થઇ રહ્યું છે, જ્યારે આશિષ ખરેખર ડૂબી રહ્યો હતો. આ દરમિયાન એક પોલીસકર્મીએ નદીમાં કૂદી આશીષને બચાવ્યો હતો. આ પછી શૂટિંગ બંધ કરી દેવામાં આવી અને ક્રૂ મેમ્બર્સ એ જગ્યા છોડી હોટલમાં જતાં રહ્યાં.
ઘટના બપોરે સવા બે વાગ્યાની છે. શૂટિંગ સવારે નવ વાગ્યે શરૂ થઇ હતી. બપોરે બે વાગ્યાના શેડ્યૂલમાં આ સીન નક્કી હતો. આશિષ વિદ્યાર્થી અને તેના પુત્રની ભૂમિકા ભજવી રહેલો કલાકાર નદીમાં ઉતરીને નહાય છે ગોળ-ગોળ ફરે છે. જ્યારે તેઓ ગોળ ફરી રહ્યાં હતાં, ત્યારે આશીષ અંદર સરી પડ્યો હતો. પાણીનો પ્રવાહ તેના માથાની ઉપરથી વહી રહ્યો હતો, માત્ર તેના બે હાથ જ બહાર હતા. તેણે મદદના સંકેત આપ્યાં હતાં.
ડિરેક્ટર કૃષ્ણ રાવ અને સત્યાએ તેમને બચાવવા માટે બૂમ પાડી હતી. આ દરમિયાન ત્યાં હાજર કોતવાલી સ્ટેશનના પોલીસકર્મી વિકાસ સિંહે સીધી નદીમાં છલાંગ લગાડી હતી. બચાવવામાં થોડી વાર લાગતી તો મોટી દુર્ધટના ઘટી શકતી હતી.
મહમરા એનીકટમાં બે વર્ષમાં 21ની જાન ગઇ
શિવનાથ કિનારે મહમરા એનીકટ પર ફિલ્મનું શૂટિંગ થઇ રહ્યું હતું. આ જગ્યાએ છેલ્લા બે વર્ષમાં 21 લોકોનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે. પુલગાંવ પોલીસ સ્ટેશનથી મળતી માહિતી પ્રમાણે 2013માં 10 અને 2014માં અત્યાર સુધી 11 લોકો મોતને ભેટ્યાં છે.
બધા કલાકારો હેમખેમ
શૂટિંગ દરમિયાન આશીષ વિદ્યાર્થી અને તેના સાથી કલાકારનો પગ લપસી ગયો હતો. ત્યાં હાજર પોલીસકર્મી અને અમે બધાએ તેમની જાન બચાવી. બધા કલાકારો હેમખેમ છે.
-અવતાર કુમાર, ફિલ્મના ક્રૂ મેમ્બર
આગળ જુઓ, સ્પોટની તસવીરો...