16 મહિનાની આરાધ્યા એબીસીડી અને ગાયત્રી મંત્ર બોલે છે કડકડાટ!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બચ્ચન પરિવારની લાડલી આરાધ્યા બચ્ચન ભારતની હાર્પર બેકહેમ તરીકે જાણીતી છે. આરાધ્યા જ્યારથી જન્મી છે, ત્યારથી તેની નાનામાં નાની વાત જાણવા આખું ભારત આતુર છે. આરાધ્યાની એક ઝલક માટે તો પાપારાઝીઓ તલપાપડ બની ગયા હતાં.

દેશના મોટા ભાગના અખબાર અને મેગેઝીન્સ આરાધ્યાની એક ઝલક માટે આતુર બન્યા હતાં અને જ્યારે તેની એક ઝલક જોવા મળી ત્યારે દેશના તમામ અખબારો અને મેગેઝીન્સમાં તેની તસવીર પ્રકાશિત થઈ હતી. આરાધ્યાની નાની વાત પણ અખબારોમાં છપાય છે.

સામાન્ય રીતે નવી-નવી મમ્મીઓ પોતાનાં સંતાનો વિશે વાત કરતી હોય છે અને આમાં ઐશ્વર્યા પણ અપવાદ નથી. એશને પોતાની પુત્રીને લઈને ઘણો જ ગર્વ છે.

તાજેતરમાં જ સ્ટિવન સ્પીલબર્ગની પાર્ટીમાં એશ પણ હાજર રહી હતી. આ સમયે આમંત્રિત મહેમાનોએ એશને આરાધ્યાને સમાચાર પૂછ્યાં હતાં અને એક મહેમાને પૂછ્યું હતું કે હવે આરાધ્યા બોલતી થઈ કે? આ સવાલ સાંભળીને એશના ચહેરા પર એક અનેરી ખુશી છવાઈ ગઈ હતી. એશે એક ઠસ્સા સાથે જવાબ આપ્યો હતો કે તેની 16 મહિનાની આરાધ્યા તો હવે એકથી દસ અને એબીસીડી બોલે છે. આટલું જ નહીં આરાધ્યા તો ગાયત્રી મંત્ર પણ બોલે છે.

ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાય બચ્ચન સતત પોતાની પુત્રી સાથે જ હોય છે. તે જ્યારે પણ બહાર જાય ત્યારે તે પોતાની પુત્રીને સાથે લઈને જ જાય છે. ગયા વર્ષે એશ દુબઈ, ન્યૂ યોર્ક, બેંગકોક અને પેરિસ ગઈ હતી. એશ ઘરે હોય કે પછી વિમાનમાં કે પછી હોટલની રૂમમાં, તે હમેંશા પોતાની પુત્રીને કંઈને કંઈ શીખવાડતી જ હોય છે.

આરાધ્યા ઘણી જ બ્રિલિયન્ટ અને બ્રાઈટ છે. તેના દાદા-દાદી તો પોતાના મિત્રો આગળ આરાધ્યાના વખાણ કરતાં થાકતાં નથી.

નોંધનીય છે કે જાન્યુઆરી મહિનામાં અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર પોસ્ટ કર્યુ હતુ કે તેમની પૌત્રી આરાધ્યા જાતે આઈપેડનો ઉપયોગ કરે છે અને પોતાનું મનગમતું ગીત સાંભળે છે. આટલું જ નહીં આરાધ્યા ટીવીનું રિમોટ પણ જાતે જ ઓપરેટ કરે છે. આરાધ્યાને જે કાર્યક્રમ જોવો હોય તે રિમોટથી ટીવી ચાલુ કરીને જોતી હોય છે.

તસવીરોમાં જુઓ આરાધ્યાનાં વિવિધ મૂડ....