• Gujarati News
  • Salman Khan, Aamir's Andaz Apna Apna Completes 21 Years

'અંદાજ અપના અપના'@ 21: અહીંથી શરૂ થઇ હતી આમિર સલમાનની મિત્રતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇ: આમિર ખાન અને સલમાન ખાન સ્ટારર 'અંદાજ અપના અપના' ફિલ્મના પુરા 21 વર્ષ થઇ ગયા છે. 11 એપ્રિલ 1994ના રોજ આ ફિલ્મ રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં આમિર અને સલમાન ભલે એક બીજા સાથે મસ્તી કરતા નજરે પડ્યા હોય પરંતુ બન્નેની મિત્રતાની શરૂઆત આ ફિલ્મથીજ થઇ હતી.

ખબરોની માનીએ તો આ ફિલ્મ માટે આમિર અને સલમાન બન્નેએ પોતાના માટે વધારે ફૂટેજની માંગ કરી હતી, પરંતુ પછી તેઓ એ વાત પર રાજી થયા કે તેમને બરાબર ફૂટેજ મળી રહ્યા છે. 'અંદાજ અપના અપના'થી શરૂ થયેલો આમિર અને સલમાનની દોસ્તીનો સફર આજે પણ ચાલી રહ્યો છે અને તેની મિત્રતાની સૌથી મોટી વાત એ છેકે તેઓ એક બીજાને ઓછા નથી આંકતા. તેની વચ્ચે એ વાત ને લઇને ઇગો નથી કે કોણ મોટો સ્ટાર છે.

બન્નેની મિત્રતાની ઝલક આપણે હંમેશા જોઇએ છીએ. મિત્રતા માટે ક્યારે સલમાન ખાન પોતાના શોમાં આમિરની ફિલ્મનું પ્રમોશન કરતો નજરે પડ્યો તો ક્યારેક આમિર મિત્રતા માટે સલમાનની ફિલ્મને પ્રમોટ કરતો સેટ પર દેખાયો. ઘણી વખતે આમિર અને સલમાન પોતના અમર પ્રેમ એટલે કે ગાઢ મિત્રતાનું ઉદાહરણ બન્યા છે.
આગળ જૂઓ બન્ને વચ્ચેની મિત્રતાની જુની યાદો તાજી કરતી તસવીરો....