તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Amitabh Bachchan, Shahrukh Khan Celebrate Diwali Together

બિગ બીએ ઉજવી દિવાળી, શાહરૂખ-ગૌરી સહિતના સ્ટાર્સ થયા સામેલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશભરમાં દિવાળીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે.આ તહેવારની સામાન્યથી લઈને સેલિબ્રિટી સુધીના લોકોએ ઉત્સાહભેર ઉજવણી કરી છે.તેમાં પણ દિવાળી જેવા તહેવારની બોલિવૂડ સ્ટાર ઉજવણી ન કરે તો જ નવાઈ. ત્યારે દિવાળીના દિવસે અમિતાભ બચ્ચનના બંગ્લો પર શાનદાર દિવાળી પાર્ટી યોજી હતી.
 
આ પાર્ટીમાં અનેક બોલિવૂડ સ્ટાર્સ સામેલ થયા હતાં, તેમાં રસપ્રદ વાત તો એ છે કે,એક સમયે બિગ બી સાથેના મતભેદોને લઈને ચર્ચામાં રહેલો શાહરૂખ ખાન પણ પત્ની ગૌરી સાથે આવી બચ્ચન પરિવારને શુભકામના પાઠવવા આવી પહોંચ્યો હતો.
 
બિગ બીની આ દિવાળી ઉજવણીમાં રીશી કપૂર, આલિયા ભટ્ટ, નેહા ધુપિયા, કિરોન ખેર, નિખિલ અડવાણી, ફરાહ ખાન, રવિના ટંડન,જાવેદ અખ્તર,સુનિલ શેટ્ટી, માના શેટ્ટી, શબાના આઝમી અને જીમ્મી શેરગીલ જેવા અનેક સ્ટાર્સ સામેલ થયા હતાં.
 
બિગ બીની શાનદાર દિવાળી ઉજવણીની તસવીરો પર કરો એક નજર...