ટી-20ને પ્રમોટ કરી રહ્યો છે 'સિંઘમ'

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રિકેટરસિયાઓ ચેમ્પિયન્સ લીગ ટી-20ની ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. જોકે, ભારત તરફથી જે ટીમ્સ રમવાની છે, તેમને એક નવો ચાહક મળી ગયો છે. તે છે ભારતનો સુપરસ્ટાર અજય દેવગણ. અજય દેવગણની ફિલ્મ 'સન ઓફ સરદાર' દિવાળીના રોજ રીલિઝ થઈ રહી છે. આ સમય દરમિયાન અજયે સીએલ ટી-20 માટે પ્રોમો શૂટ કરીને ક્રિકેટ માટે પોતાનો ઉત્સાહ બતાવ્યો છે. આ એડમાં અજયે ક્રિકેટ ચાહકોને આ લીગમાં રમતી ટીમો માટે પોતાનો સપોર્ટ અને પ્રેમ જતાવવાની અપીલ કરી છે.