• Gujarati News
  • Post Wedding Celebration Pictures Of Aayush And Arpita

લગ્ન બાદ ખીલી ઉઠી સલમાનની બહેન અર્પિતા, નવા ઘરમાં આપી પાર્ટી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ ડાબે, અર્પિતા, અલવીરા, આયુષ તથા અગ્નિહોત્રી)
મુંબઈઃ બોલિવૂડ અભિનેતા અર્પિતા ખાનનાં 18મી નવેમ્બરના રોજ હૈદરાબાદમાં ધામધૂમથી લગ્ન થઈ ગયા છે. 21મી નવેમ્બરના રોજ અર્પિતાનું શાહિ રિસેપ્શન પણ યોજાઈ ગયું હતું. આ રિસેપ્શનમાં અનેક જાણીતી હસ્તીઓ આવી હતી.

લગ્ન બાદ અર્પિતા તથા આયુષ મુંબઈમાં તેમના નવા ઘરે રહેવા જતા રહ્યાં છે. નવા ઘરે અર્પિતા અને આયુષે પોતાના ઘરે પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં ખાન પરિવાર આખું જોવા મળ્યું હતું પરંતુ આમાંથી સલમાન બાકાત હતો.

અર્પિતા-આયુષે પોતાના મિત્રોને પણ પાર્ટીમાં બોલાવ્યા હતાં. લગ્નબાદ આયુષ તથા અર્પિતા ઘણાં જ ખુશખુશાલ જોવા મળ્યાં હતાં.

તસવીરોમાં જુઓ લગ્ન બાદ અર્પિતા-આયુષનો અંદાજ....