તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Aaradhyaa Begins Play School, Accompanied By Her Mom

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્વિંક ટ્વિકંલ લિટલ સ્ટાર, આરાધ્યા ચાલી સ્કૂલે, પરિવાર ખુશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બચ્ચન પરિવારની લાડલી આરાધ્યા બચ્ચને સ્કૂલે જવાનું શરૂ કરી દીધું છે. આરાધ્યાને પ્લે સ્કૂલમાં મૂકવામાં આવી છે. બચ્ચન પરિવાર માટે આ આનંદની વાત હતી.
મોમ ઐશ્વર્યા પોતાની લીટલ એન્જલને રોજ સ્કૂલે મૂકવા જાય છે અને બને ત્યાં સુધી તેની નિકટ રહેવાનો પ્રયાસ કરે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આરાધ્યા ઘણી જ સહજ છે અને તે સરળતાથી સ્કૂલના વાતાવરણમાં હળી-મળી ગઈ છે. તે બહુ ઝડપથી મિત્રો બનાવી દે છે. જોકે, એશ આરાધ્યા સ્કૂલમાં જેટલો સમય હોય એશ તેની આસપાસ રહે છે.
આરાધ્યા જ્યારે ક્લાસરૂમમાં હોય ત્યારે એશ પ્રિન્સીપાલની કેબિનમાં ત્રણ કલાક સુધી બેસી રહે છે.
એશના મિત્રના જણાવ્યા પ્રમાણે, શરૂઆતમાં જ્યારે એશ પોતાની પુત્રી આરાધ્યાને લઈને સ્કૂલમાં આવી હતી, ત્યારે માતા-પિતા અને અન્ય બાળકો એશ અને આરાધ્યાને જોઈને ઉત્સાહમાં આવી ગયા હતાં. જોકે, હવે એશ લોકોની નજરથી દૂર એક રૂમમાં શાંતિથી ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચે છે અને પોતાના અર્જન્ટ ફોન કોલ્સ કરતી હોય છે. જ્યારે આરાધ્યા આવે છે, ત્યારે તે ચૂપચાપ પોતાની પુત્રીને લઈને જતી રહે છે.
પરિવારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આરાધ્યા એકલી રહેવા પણ ટેવાયેલી છે પરંતુ તેની માતા એશ સતત તેની સાથે રહેવાનો પ્રયાસ કરે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એશ માતા તરીકે રોલ મોડલ છે. તે આરાધ્યાના ભોજનથી લઈને અભ્યાસ સુધીની તમામ નાની-નાની વાતો ધ્યાનમાં રાખે છે. હાલમાં તો એશ બોલિવૂડમાં કમબેક કરવાની છે અને તે આરાધ્યા અને સ્ટુડિયોના ટાઈમ-મેનેજમેન્ટને લઈને ચિંતામાં છે.
લાગે છે કે એશ પોતાની પુત્રીના વેકેશન દરમિયાન જ શૂટિંગ શરૂ કરશે.
(આગળની તસવીરો પર ક્લિક કરીને જુઓ આરાધ્યાના નટખટ તોફાનો...)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો