આમિર ખાને ઈશારાઓમાં ખાસ મિત્ર સલમાનને બતાવ્યો નકલખોર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ 'પીકે'ના બીજા પોસ્ટરમાં આમિર ખાન)
મુંબઈઃ આમિર ખાને પોતાની ફિલ્મ 'પીકે'ના બીજા પોસ્ટરના રીલિઝ પ્રસંગે શાહરૂખ ખાન અને સલમાન ખાન પર ઘણી જ ટિપ્પણીઓ કરી છે. આમિરે વાતચીત દરમિયાન કહ્યુ હતુ કે તે પહેલાં પોસ્ટરમાં એટલા માટે ન્યૂડ થયો હતો કે તે સલમાનની મિત્રતાની પરિક્ષા લઈ શકે અને જોઈ શકે કે તે આવું કરી શકે છે કે કેમ. આડકતરી રીતે આમિરે શાહરૂખને ખાડો ખોદનાર ગણાવ્યો હતો. આમિરે ફિલ્મના મોશન પિક્ચરને લઈને એમ કહ્યુ હતુ કે તે નવું કરવા માંગતો હતો અને બે-ત્રણ અઠવાડિયા બાદ તે નવું પોસ્ટર રીલિઝ કરશે. યુ ટ્યુબ પર 20 ઓગસ્ટરના રોજ અપલોડ બન્યા બાદ અત્યાર સુધી મોશન પોસ્ટરને એક લાખ 25 હજાર લોકોએ જોયું છે અને 1120 લાઈક્સ મળઅયાં છે.

શાહરૂખ પર ટાંક્યુ નિશાનઃ

પોસ્ટર લોન્ચિંગના પ્રસંગે આમિરે આડકતરી રીતે શાહરૂખનુ અપમાન કરી નાખ્યું હતું. શાહરૂખે આમિરના ન્યૂડ પોસ્ટરની મજાક ઉડાવી હતી, આ અંગે આમિરે કહ્યુ હતુ, '' તે લોકોની શું હાલત થાય છે, જે બીજા માટે ખાડો ખોદે છે. હું તો એવા લોકોથી દૂર જ રહું છું.''

સલમાનને ગણાવ્યો નકલખોરઃ

આમિરે કહ્યુ હતુ કે 'ધૂમ 3' માટે તેણે હેટ પહેરી હતી અને સલમાને 'બિગ બોસ'માં ફિલ્મને પ્રમોટ કરી હતી. હવે, તે સલમાનની મિત્રતાની પરિક્ષા કેમ ના લે. આથી જ તેણે પોતાની પહેલી ફિલ્મનું પોસ્ટર ન્યૂડ રાખ્યું. તે જોવા માંગે છે કે સલમાન શું કરે છે. તે મિત્રતાની પરિક્ષામાં ખરો ઉતરે છે કે નહીં.

બે-ત્રણ અઠવાડિયા પછી નવું પોસ્ટર આવશેઃ

આમિરે કહ્યુ હતુ કે 'પીકે'ના પહેલાં પોસ્ટરથી તે જે રીતની પબ્લિસિટી ઈચ્છતો હતો, તે રીતની મળી ગઈ છે. સામાન્ય રીતે ફિલ્મના પ્રોમોને લોન્ચ કરવામાં આવે છે પરંતુ તેમણે નિર્ણય કર્યો કે તેઓ પોસ્ટર્સની સીરિઝ લોન્ચ કરશે. તેઓ બે-ત્રણ અઠવાડિયાની અંદર નવું પોસ્ટર રીલિઝ કરશે. દરેક પોસ્ટરમાં તે અલગ જ રૂપમાં જોવા મળશે. તે લોકોને કન્ફ્યૂઝ કરવા માંગે છે.

આગળની સ્લાઈડ્સમાં જુઓ ફિલ્મનું નવું રીલિઝ થયેલું મોશન પોસ્ટર અને જૂનું પોસ્ટર પણ....