1

Divya Bhaskar

Home » Bollywood » Reviews » Film Reviews » ફિલ્મ રિવ્યૂ રેસ 3, salman khan race 3 is not the up to the mark

આશાઓ પર ખરી નથી ઉતરતી સલમાન ખાનની 'રેસ 3'

Divyabhaskar.com | Last Modified - Jun 15, 2018, 11:36 AM IST

'રેસ 3'ની વાર્તા શમશેર(અનિલ કપૂર)થી શરૂ થાય છે. શમશેર ગેરકાનીની રીતે આઈલેન્ડ અલ શિફામાં હથિયાર સપ્લાય કરવાનું કામ કરે છે

  • ફિલ્મ રિવ્યૂ રેસ 3, salman khan race 3 is not the up to the mark
    ફિલ્મ રિવ્યૂઃ રેસ 3
    રેટિંગઃ 2/5
    સ્ટાર-કાસ્ટઃ સલમાન ખાન, બોબી દેઓલ, અનિલ કપૂર, જેક્લીન ફર્નાન્ડિઝ, ડેઈઝી શાહ, સાકિબ સલીમ
    સંગીતઃ સલીમ સુલેમાન
    પ્રકારઃ એક્શન ડ્રામા

    વાર્તાઃ

    'રેસ 3'ની વાર્તા શમશેર(અનિલ કપૂર)થી શરૂ થાય છે. શમશેર ગેરકાનીની રીતે આઈલેન્ડ અલ શિફામાં હથિયાર સપ્લાય કરવાનું કામ કરે છે. શમશેરનું સપનું છે કે તે આ કામ કામ ભારતમાં પણ શરૂ કરે પરંતુ પોતાના ક્રિમિનિલ રેકોર્ડને કારણે તે આ કામ કરી શકતો નથી. રાણા(ફ્રેડી દારૂવાલા) શમશેરનો કટ્ટર વિરોધી છે અને અનેકવાર બંને વચ્ચે બિઝનેસને લઈ લડાઈ થઈ ચૂકી હોય છે. સિકંદર(સલમાન ખાન) શમશેરનો સાવકો દીકરો હોય છે. તો શમેશરને પોતાના સગા સંતાનો સંજના(ડેઈઝી શાહ) તથા સૂરજ(સાકિબ સલીમ) હોય છે. ત્રણેય શમશેર માટે કામ કરે છે. યશ(બોબી દેઓલ), સિકંદરનો બોડીગાર્ડ હોય છે. જેસિકા(જેક્લીન ફર્નાન્ડિઝ) સિકંદરની ગર્લફ્રેન્ડ હોય છે.

    સલમાન ખાનની દરિયાદિલી, કોલકાતાની યુવતીની દીકરીનો ઉપાડશે અભ્યાસનો ખર્ચ


    રિવ્યૂઃ
    'રેસ' તથા 'રેસ 2' જેવો રોમાંચ તથા ટ્વિસ્ટ આ ફિલ્મમાં નથી. રેમો ડિસોઝાની આ ફિલ્મમાં અનિલ કપૂરે સુપર્બ એક્ટિંગ કરી છે. બાકીના સ્ટાર્સ ઠીક-ઠાક જોવા મળ્યા છે. ફિલ્મ ભવ્ય તથા સ્ટાઈલિશ છે. ફિલ્મને જોતા એમ લાગે છે કે રેમોએ કારણ વગર ફિલ્મને લાંબી ખેંચી છે, જેથી બહુ જ કંટાળાજનક લાગે છે. 'રેસ' અને 'રેસ 2' કરતાં રેમો 'રેસ 3'ને ભવ્ય બનાવવા માંગતો હતો. ફિલ્મની વાર્તા શિરાઝ અહમદે લખી છે. ફિલ્મમાં ઈમોશન્સ બિલકુલ જોવા મળતા નથી. અનેક ડાયલોગ્સ રિપીટ થાય છે અને બહુ જ લાંબા છે. આ એક એક્શન થ્રિલર છે પરંતુ કેટલાંક સિન્સને બાદ કરતાં ફિલ્મ ઘણી જ સ્લો છે. ફિલ્મનો ફર્સ્ટ પાર્ટ કારણ વગર સ્લો અને લાંબો ખેંચવામાં આવ્યો છે. સલમાને લખેલું ગીત ઘણું જ નિરાશાજનક છે. ઓવરઓલ સલમાનની આ 'રેસ 3'ની હાલત 'ટ્યૂબલાઈટ' જેવી થાય તો કહેવાય નહીં.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending