Divya Bhaskar

Home » Bollywood » Reviews » Film Reviews » જ્હોન અબ્રાહમી પરમાણુ ફિલ્મ રીલિઝ I Parmanu Film Of John Abraham Released

Movie Review: દેશ પ્રત્યે ગર્વની લાગણી પેદા કરે છે ‘પરમાણુ’

Divyabhaskar.com | Updated - May 25, 2018, 02:13 PM

યુએસ દ્વારા સેટેલાઈટના માધ્યમે નજર રાખ્યા બાદ પણ ભારતીય વૈજ્ઞાનિકો પરમાણુ પરીક્ષણને સફળતાપૂર્વક પાર પાડી શક્યા

  • જ્હોન અબ્રાહમી પરમાણુ ફિલ્મ રીલિઝ I Parmanu Film Of John Abraham Released

    વાર્તા
    - ડિરેક્ટર અભિષેક શર્માની ફિલ્મ ‘પરમાણુઃ ધ સ્ટોરી ઓફ પોખરણ’ રીલિઝ થઈ ગઈ છે. ફિલ્મ 1998ના પોખરણ પરમાણુ પરીક્ષણ પર બનેલી છે. ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે, જેમાં દેખાડવામાં આવ્યું છે કેવી રીતે યુએસ દ્વારા સેટેલાઈટના માધ્યમે નજર રાખ્યા બાદ પણ ભારતીય વૈજ્ઞાનિકો પરમાણુ પરીક્ષણને સફળતાપૂર્વક પાર પાડી શક્યા. ફિલ્મની કહાણી શરુ થાય છે ત્યારે પીએમ ઓફિસમાં ચીનના પરમાણુ પરીક્ષણ વિશે વાત ચાલી રહી હોય છે. તે સમયે આઈએએસ ઓફિસ અશ્વત રૈના (જ્હોન અબ્રાહમ) ભારતને પણ એક ન્યૂક્લિયર પાવર બનવાની સલાહ આપે છે. દેશભક્ત રૈના પરમાણુ પરીક્ષણ માટે પોતાનું પરફેક્ટ પ્લાન બનાવે છે પરંતુ ભ્રષ્ટ નેતાઓ તેમના પ્લાનની ચોરી કરે છે. પરીક્ષણ સફળ નથી થઈ શકતું અને રૈનાની હકાલપટ્ટી કરવામાં આવે છે. પરંતુ 3 વર્ષ બાદ પીએમ અટલ બિહારી વાજપેયીની દેખરેખમાં 3 વર્ષ બાદ ફરી પરમાણુ પરીક્ષણ કરવાનો પ્લાન બને છે. આ વખતે ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે યુએસને જાણ ન થાય. રૈના 4 સ્માર્ટ વૈજ્ઞાનિક અને એક્સપર્ટ, જેમાં અમ્બાલિકા (ડાયના પેંટી) પણ ટીમનો ભાગ હોય છે, તેઓ મળીને કામ કરે છે. આ સમયે રૈનાની પત્ની (અનુજા સાઠે) જે આ પ્લાનથી અજાણ હોય છે તેને લાગે છે પતિ દગો આપી રહ્યો છે. આ સમયે જ આઈએસઆઈ અને સીઆઈએના એજન્ટ ભારત દ્વારા કરવામાં આવી રહેલા પરમાણુ પરીક્ષણની શોધમાં લાગે છે.

    રિવ્યૂ-
    - ડિરેક્ટર અભિષેક શર્માએ પરમાણુ પરીક્ષણની સિક્રેટ સ્ટોરીને કોઈપણ પ્રકારના થ્રીલ વગર રજૂ કરી છે. સૌથી સારી વાત એ છે કે સમગ્ર વિશ્વથી છુપાવેલી સ્ટોરીને કહેવાનો અંદાજ પણ સારો છે. અભિષેકે સાઈવેન ક્યૂડ્રાસ અને સંયુક્તા ચાવલા શેખ સાથે ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે. ત્રણેયએ સાથે મળી ફિલ્મમાં ઘણો મસાલો નાખવાનો પ્રયાસ કર્યો છે. અભિષેકની ફિલ્મમાં રિયલ ફૂટેજ પણ યૂઝ કરવામાં આવ્યા છે, જેમાં નેતાઓના ભાષણછે. વળી, અટલ બિહારી વાજપેયીની તસવીરો અને એપીજે અબ્દુલ કલામની તસવીરો પણ દેખાડવામાં આવી છે. જેમણે આ મિશનને પાર પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. પ્રથમવાર બોલિવૂ઼ડની કોઈ ફિલ્મમાં અમેરિકાની ટાંગ ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શર્મા, જેમણે ‘તેરે બિન લાદેન’ જેવી કોમેડી ફિલ્મને ડિરેક્ટ કરી છે, તેમની આ ફિલ્મ જોઈને લાગે છે કે ‘પરમાણુ’ ફિલ્મ બનાવવા ઘણો સંઘર્ષ કર્યો છે. જ્હોને પોતાના રોલને ન્યાય આપ્યો છે. ફિલ્મમાં ડાયના પેંટી માટે કોઈજ કામ નહોતું. ડાયનાને જોઈ લાગે છે કે, તેણે પોતાના રોલ માટે જરાય મેહનત નથી કરી. જો તમે પરમાણુ પરીક્ષણ સાથે જોડાયેલા ઈતિહાસને જાણવા માગો છો તો આ ફિલ્મ જરૂર જોવી જોઈએ.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending