Home » Bollywood » Reviews » Film Reviews » Rajkumar Rao Starrer Omerta Film Review

Movie Review: અપહરણ,હત્યા અને જેહાદની વાર્તા છે 'ઓમર્ટા'

Divyabhaskar.com | Updated - May 04, 2018, 01:52 PM

રાજકુમાર રાવ અભિનિત ઓમર્ટા રિલીઝ થઇ ગઇ છે

 • Rajkumar Rao Starrer Omerta Film Review
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  ફિલ્મ ઓમર્ટા
  રેટિંગ 2.5
  ડિરેક્ટર હંસલ મેહતા
  પ્રોડ્યૂસર શૈલેશ આર.સિંહ, નાહિદ ખાન
  મ્યુઝિક ઇશાન છાબડા
  જોનર ક્રાઇમ, ડ્રામા
  ડ્યૂરેશન 96 મિનિટ


  'ઓમર્ટા'ની વાર્તા: ડાયરેક્ટર હંસલ મેહતાની ફિલ્મ 'ઓમર્ટા' શુક્રવારે થિયેટરમાં રિલીઝ થઇ હતી. ફિલ્મ એક એવા શખ્સ ઉમર સર્ઇદ શેખ (રાજકુમાર રાવ)ની વાર્તા છે જે બ્રિટનનો નાગરિક છે અને લંડનમાં રહે છે. ઉમર 90ના દાયકાની શરૂઆતમાં બોસ્નિયા અને પેલેસ્ટાઇનમાં માર્યા ગયેલા મુસલમાનો માટે ઇન્સાફ માંગે છે અને તેમની સાથે થઇ રહેલા અન્યાય સામે લડવા માંગે છે. પોતાની આ વાતોને તે લંડનના એક મૌલાના સાથે શેર કરે છે અને પછી શરૂ થાય છે જેહાદની સફર. 1994માં દિલ્હીમાં કેટલાક વિદેશી ટૂરિસ્ટોને કિડનેપ કરવાની ઘટનામાં ઉમરના સામેલ હોવાથી લઇને જેલમાં વિતાવેલો સમય અને ડેનિયલ (પત્રકાર)ની ઘાતકી હત્યાની આસપાસ ફિલ્મની વાર્તા ફરે છે.

  'ઓમર્ટા'નો રિવ્યૂ: હંસલ મેહતાએ આ પહેલા ફિલ્મ 'શાહિદ' બનાવી હતી જે લોયર શાહિદ આજીમની લાઇફ પર બેસ્ડ હતી. આ વખતે તેમને ઇસ્લામિક મિલિટેંટ અહમદ ઉમર શેખના જીવન પર ફિલ્મ બનાવી છે, જેને વિશ્વભરમાં પોતાના સાથી મુસ્લિમોને ઇન્સાફ અપાવવાના નામ પર શું કર્યુ હતું. શેખ વિરૂદ્ધ કેટલાક આરોપ છે, જેમાં દિલ્હીમાં ચાર વિદેશીઓનું અપહરણ, અમેરિકન પત્રકાર ડેનિયલ પર્લની હત્યા અને 9/11 પાછળ માસ્ટરમાઇન્ડ પણ સામેલ છે. શેખ વર્તમાનમાં પાકિસ્તાનમાં જેલમાં છે.

  હંસલ મેહતાએ મુકુલ દેવ સાથે મળીને વાર્તા લખી છે પરંતુ વાર્તાના કેટલાક ભાગોએ નિરાશ કર્યા છે, જે તેમને આતંકવાદીઓના જીવનમાંથી લીધી છે. એક શખ્સ જે સારા પરિવારમાંથી

  આવે છે યુકે જાય છે અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સનો વિદ્યાર્થી બને છે. એક ધાર્મિક કટ્ટરપંથી હોવાને કારણે ધીમે ધીમે તે કઇ રીતે આતંકવાદી બની જાય છે, તે જોવુ રસપ્રદ છે.

  મેહતાએ ફિલ્મમાં ઉમરની લાઇફ વિશે વધુ રિવીલ નથી કર્યુ, ફિલ્મમાં માત્ર તેના પિતા વિશે જ માહિતી છે, જેનો રોલ કેવલ અરોરાએ ફિલ્મમાં નીભાવ્યો છે. ફિલ્મમાં આ વાતનો કોઇ

  ઉલ્લેખ નથી કે ઉમરને કઇ વાતો પ્રભાવિત કરે છે અને તે પોતાના મુસ્લિમ ભાઇઓના સમર્થનમાં ઉતરી જાય છે.

  મેહતાએ શેખ દ્વારા દિલ્હીમાં ત્રણ બ્રિટિશ મેન અને એક અમેરિકન મહિલાનું અપહરણ ફિલ્મમાં હાઇલાઇટ કર્યુ છે. જેની માટે તેને ગાઝિયાબાદથી ધરપકડ કરી જેલમાં ધકેલી દેવામાં આવે છે. ફિલ્મમાં 1999માં ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટને હાઇજેક કરી અને તેના બદલે આતંકવાદીઓને છોડાવવાની માંગને પણ બતાવવામાં આવી છે. જો કે મેહતાએ ફિલ્મ બનાવવા માટે વાર્તા ખુદ જ પસંદ કરી હતી અને તેને પોતાની રીતે રજૂ કરી હતી. જો કે તે આતંકવાદીની વાર્તાને રજૂ કરવામાં સંતુલન બનાવી શક્યા નહતા. મેહતા અંત સુધી આ વાત સમજાવવામાં અસમર્થ જોવા મળ્યા કે અંતે આ ફિલ્મ બનાવી કેમ છે? અનુજ પ્રકાશ ધવનની સિનેમેટોગ્રાફી પણ ફિ્લ્મમાં સામાન્ય જ રહી હતી.

  રાજકુમાર રાવે પોતાના રોલ સાથે ઇન્સાફ કર્યો છે. તે પુરી ફિલ્મમાં છવાયેલો રહ્યો છે. હંમેશા પોતાની એક્ટિંગથી પ્રભાવિત કરનારા રાજકુમાર રાવ દ્વારા ફિલ્મમાં બોલેલા ડાયલોગ્સ વધુ

  દમદાર નહતા લાગ્યા. અન્ય સ્ટાર્સ દ્વારા નીભાવવામાં આવેલા ફિરંગીના રોલે ઇમ્પ્રેસ કર્યો છે. જો રાજકુમાર રાવની એક્ટિંગ પસંદ કરો છો અને ઓફબીટ ફિલ્મોના શૌખીન છો તો આ ફિલ્મ

  તમે જોઇ શકો છો.

 • Rajkumar Rao Starrer Omerta Film Review
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending

વીડિયો વધુ જુઓ