1

Divya Bhaskar

Home » Bollywood » Reviews » Film Reviews » Monsoon Shootout Movie Review

Movie Reviews : મોનસૂન શૂટઆઉટ

Divyabhaskar.com | Last Modified - Dec 17, 2017, 01:49 PM IST

અમિત કુમારના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 'મોનસૂન શૂટઆઉટ' એક થ્રિલર ફિલ્મ છે. શુક્રવારે થિએટર્સમાં ફિલ્મ રીલિઝ થઈ ચૂકી છે

  • Monsoon Shootout Movie Review

    અમિત કુમારના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 'મોનસૂન શૂટઆઉટ' એક થ્રિલર ફિલ્મ છે. શુક્રવારે થિએટર્સમાં ફિલ્મ રીલિઝ થઈ ચૂકી છે ત્યારે આવો જાણીએ કેવી બની છે ફિલ્મ...

    વાર્તા

    ફિલ્મની વાર્તા એક કોન્ટ્રાક્ટ કિલર શિવા(નવાઝુદ્દિન સિદ્દીકી) અને પોલીસ ઓફિસર આદિ ( વિજય વર્મા)ની વચ્ચેની છે. કોન્ટ્રાક્ટ કિલર હમેશા લોકોને મારવા જાય છે. આ વખથે તેના નિશાના પર આધિ હોય છે. અહી એક સવાલ સામે આવે છે કે શું ગોળી વાગી છે કે નહીં. આ દરમિયાન આદિના મગજમાં ત્રણ વાત ચાલે છે જે તેના પિતાએ તેને શિખવાડી હોય છે. તે વાત પર વાર્તા બતાવવામાં આવી છે. શું છે આ ત્રણ વાતો? ગોળી ચાલી કે નહીં? આ સવાલોના જવાબ જાણવા માટે તમારે ફિલ્મ જોવા પડશે.

    ડિરેક્શન

    ફિલ્મનું ડિરેક્શન સારું છે. તેની પટકથા પણ સારી છે પરંતુ સ્ક્રીન પ્લે ક્યાંક ને ક્યાંક ડગમગાય છે. લખાણ વધુ સારી રીતે થઈ શક્યું હોત. ફિલ્મના ડાયલોગ્સ ક્યાંક હસાવે છે તો ક્યાંક વિચારવા પર મજબુર કરે છે. વારંવાર એકના એક સીન ઓડિયન્સને બોર કરે છે.

    એક્ટિંગ

    નવાઝુદ્દિને ફરી એકવાર ખૂબ જ સારી એક્ટિંગ કરી ચે. તે પોતાના રોલમાં એકદમ ફિટ બેસે છે. તેની પત્નીના રૂપમાં તનિષ્ઠા ચેટર્જીએ પણ ખૂબ જ સારું કામ કર્યુ છે. બીજી ફિલ્મમાં ગીતાંજલી, શ્રીજિતા ડે, વિજય વર્માએ પણ સારું કામ કર્યુ છે. નીરજ કવિનો પણ મહત્વનો રોલ છે.

    મ્યૂઝિક

    ફિલ્મમાં બે ગીતો છે. અંધરી રાત અને પલ. પલ વાળું ગીત અરજીત સિંહે ગાયું છે. આ ગીત ટાઈમ-ટાઈમ પર આવે છે અને વાર્તાને આગળ લઈને જાય છે. આ સોંગ દિલને સ્પર્શી જાય છે ફિલ્મનું બેકગ્રાઉન્ડ સ્કોર પણ વાર્તાની સા

    જોવાયં કે નહીં

    જો તમે નવાઝુદ્દીનનો મોટો ફેન છો તો એક વખત જોઈ શકો છો. કેમ કે ફિલ્મ 18 મે 2013માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવી હતી. હવે 4 વર્ષ પછી તે રીલિઝ થઈ છે.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending