તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

26/11 બોમ્બ બ્લાસ્ટમાં 150થી વધુના જીવ બચાવનાર જવાન KBCમાં, જવાબો આપવામાં કિસ્મતે પણ આપ્યો સાથ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રવિણ તેવતિયા અને અમિતાભ બચ્ચન - Divya Bhaskar
પ્રવિણ તેવતિયા અને અમિતાભ બચ્ચન

'કૌન બનેગા કરોડપતિ- 10'માં શુક્રવારના રોજ 'કર્મવીર સ્પેશિયલ એપિસોડ' પ્રસારિત કરવામાં આવ્યો. આમ તો KBCના દરેક એપિસોડ ખાસ હોય છે, પરંતુ 'કર્મવીર સ્પેશિયલ એપિસોડ' દેશના લોકો માટે પ્રેરણાદાયી હતો.

 

KBCના 'કર્મવીર સ્પેશિયલ એપિસોડમાં પ્રવિણ તેવતિયા'

KBCના આ ખાસ એપિસોડમાં ભારતીય સેનાના જાબાંજ શૂરવીર પ્રવિણ તેવતિયાએ ભાગ લીધો હતો. આ એ ભારતીય સૈનિક છે જેણે 26/11ના મુંબઇ બોમ્બ બ્લાસ્ટમાં જીવના જોખમે 150થી પણ વધુ લોકોનો જીવ બચાવ્યો હતો. પ્રવીણ તેવતિયાએ શોના હોસ્ટ અમિતાભ બચ્ચનની સામે 26/11ના હુમલાની સમગ્ર ઘટનાની આપવીતી સંભળાવી હતી. જે સાંભળીને બેઠેલા તમામ લોકોનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં હતાં.

 

પ્રવિણે જણાવ્યું કે મુંબઇ બ્લાસ્ટ વખતે તેમની ડ્યૂટીનો સમય રાતના 12થી સવારના 4 વાગ્યા સુધીનો હતો. ડ્યૂટી પર પહોંચતા જ તેમને સમાચાર મળ્યા કે તાજ હોટલ ઉપર આતંકવાદી હુમલો થયો છે. પ્રવિણે તરત જ બુલેટપ્રૂફ જેકેટ પહેરીને હથિયાર સાથે તાજ હોટલ પહોંચ્યો. તાજ પર થયેલા હુમલામાં પ્રવિણને આતંકવાદીઓની ચાર ગોળી પણ વાગી હતી, જેમાંની એક ગોળી પ્રવિણના કાનને ચીરીને આરપાર નીકળી ગઈ હતી. કાનમાં ગોળી વાગતાં પ્રવિણ સાંભળવાની શક્તિ ગુમાવી ચૂક્યો હતો. જોકે ગોળી વાગવા છતાં પ્રવિણ આતંકવાદીઓનો સામનો કરીને લોકોના જીવ બચાવતા રહ્યા. હાલમાં પ્રવિણની પાંચ સર્જરી થઈ છે. જોકે તેમની દેશદાઝ અને જુસ્સો આજે પણ એવો ને એવો છે.

 

પ્રવિણે KBCમાં અજમાવી કિસ્મત

પ્રવિણ તેવતિયાનો અનુભવ સાંભળ્યા બાદ KBCમાં બેઠેલા સમગ્ર લોકોની છાતી ગર્વથી ફૂલી ગઇ હતી. અનુભવ કહ્યા બાદ પ્રવિણે KBCમાં પોતાની કિસ્મત પણ અજમાવી હતી અને 12 લાખ 50 હજાર રૂપિયા પણ જીત્યા. ખેડૂત પરિવારમાંથી આવેલો પ્રવિણ તેવતિયા મૂળ બુલંદશહેરના એક નાનકડાં ગામમાંથી આવે છે. પ્રવિણના મોટાભાઇ પણ ભારતીય સેનામાં છે. પ્રવિણ તેવતિયા દેશના પહેલા દિવ્યાંગ આયર્નમેન તરીકે પણ ઓળખાય છે અને તેમનું શૌર્યચક્રથી સન્માન કરવામાં પણ આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...