Review: આ છે હિરાનીનો 'સંજુ; અસલ સંજય દત્તના જીવન પર છે અડધી હકીકત, અડધો મસાલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફિલ્મ રિવ્યૂ સંજુ
રેટિંગ 4.5/5
સ્ટારકાસ્ટ રણબીર કપૂર, પરેશ રાવલ, સોનમ કપૂર, વિકી કૌશલ, મનિષા કોઇરાલા
સંગીત એ.આર.રહેમાન
પ્રકાર બાયોગ્રાફી, ડ્રામા

બોલિવૂડ ડેસ્ક: 160 મિનિટની ફિલ્મ 'સંજુ' જોયા બાદ તમારા બે સૌથી મહત્વના કારણ છે રણબીર કપૂરની દમદાર એક્ટિંગ અને સંજય દત્તની કોન્ટ્રોવર્શિયલ લાઇફ. સંજુની રિલીઝ થયા પહેલા જ રણબીરે કહ્યું હતું- સંજુનું કોઇ મહિમામંડન નથી, તે વ્યક્તિની ભૂલોને બતાવનારી ફિલ્મ છે. શરૂઆત દરમિયાન જ સ્પષ્ટ કરી દેવામાં આવ્યુ કે આ ફિલ્મ સંજયની લાઇફની અડધી હકીકત છે અને અડધો મસાલો છે. ફિલ્મમાં મનોરંજન અને દર્શકોની જરૂર અનુસાર રોલ અને તેમના નામ બદલી દેવામાં આવ્યા છે. ઇન્ટરવલ પહેલા સુધી સંજયના નશાની વાર્તા બતાવવામાં આવી છે. ઇન્ટરવલ બાદ સંજયની પુરી જેલ યાત્રા બતાવવામાં આવી છે.

 

 

અનુષ્કા શર્માએ ટ્વિટ દ્વારા રાજકુમાર હિરાનીની ફિલ્મ સંજુ નો રિવ્યૂ આપ્યો.

Playing @RajkumarHirani sir’s spirit character in #Sanju was so fun! This movie is his labour of love... go watch it guys 🌟 #RanbirKapoor @sonamakapoor @mkoirala @deespeak @vickykaushal09 @SirPareshRawal pic.twitter.com/hsWw7EyIOC

— Anushka Sharma (@AnushkaSharma) June 29, 2018

સ્ટારકાસ્ટ: રણબીર કપૂર, અનુષ્કા શર્મા, સોનમ કપૂર, દીયા મિર્ઝા, મનીષા કોઇરાલા, કરિશ્મા તન્ના, પરેશ રાવલ, વિકી કૌશલ, જિમ સરભ, બોમન ઇરાની

ડાયરેક્ટર: રાજકુમાર હિરાની

રેટિંગ: 4/5

 

ઇન્ટરવલ સુધી ખરાબ ટેવની વાર્તા:

 

- ફિલ્મની શરૂઆત સંજયની બાયોગ્રાફી ધરાવતા સીનથી થાય છે, માટે તે બાયોગ્રાફર અનુષ્કા શર્માને લંડનથી બોલાવે છે. અહીંથી વાર્તા ફ્લેશબેકમાં જાય છે.
- સૌથી પહેલા જીવનનો તે પડાવ આવે છે જ્યારે નિરાશ સંજુ ડ્રગ એડિક્ટ બની જાય છએ. ડ્રગ્સ અને ગર્લફ્રેન્ડનો નશો લાંબો ચાલે છે. માતા નરગિસના મોત બાદ ઇમોશનલી તૂટેલો સંજુ એક બાદ એક ખોટુ કામ કરતો જાય છે.
- ઇન્ટરવલ સુધી સંજુના જીવનનો તે હિસ્સો બતાવવામાં આવ્યો છે જેમાં તેની ઇમેજ એક બગડેલા પુત્રની છે જે મીડિયાથી નારાજ છે.

 

ઇન્ટરવલ બાદ જેલ યાત્રા:

 

-બાબરી મસ્જીદને તોડવાના સીનથી અડધી વાર્તા શરૂ થાય છે. મુંબઇ બ્લાસ્ટ અને એકે 56 ધરાવતા કેસ બાદ લોકો અને મીડિયાએ તેને આતંકવાદી કહેવાનું શરૂ કરી દીધુ હતું. આ બધાથી હતાશ સંજુ જીવનને પૂર્ણ કરવાનો રસ્તો પસંદ કરવા આગળ વધે છે.
- સ્ટારડમમાં શાહરૂખ-આમિરનો દબદબો વધે છે અને સંજુ ફિલ્મ માટે તરસે છે. મીડિયા આગમાં ઘી નાખવાનું કામ કરે છે. હતાશા વધી જાય છે. જેલ અને બેલમાં ઉલજેલા સંજુના મુન્નાભાઇ અવતારથી કેટલાક દિવસ સારા આવે છે.

 

કોણ કઇ ભૂમિકામાં?

 

-જિમ સરભ સલમાનના રોલમાં નથી. તે સંજયના પ્રથમ મિત્ર જુબીન મિસ્ત્રીના રોલમાં છે. તે જુબીન જ હતો જેને સંજયને ડ્રગ્સ અને દારૂની ટેવ પાડી હતી.
- સુનીલ દત્ત સંજયને સૌની સામે બોલ્યો હતો, માટે તે પરેશાન હતો.જે પરેશાની દુર કરવા માટે સંજયે પ્રથમ વખત ડ્રગ્સ લીધુ હતું.
- સોનમ કપુરના તેના રોલને લઇ સૌથી વધુ ઉત્સુકતા હતી. સોનમ આ ફિલ્મમાં રૂષા કે ટીના મુનીમના રોલમાં નથી, તે સંજયની પ્રથમ ગર્લફ્રેન્ડ બની છે, જે પારસી હતી. સંજય આ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવાનો હતો પરંતુ તે ડ્રગ્સને કારણએ ભુલી ગયો.
- વિક્કી કૌશલ સંજયના તે ફેનની ભૂમિકામાં છે, જે અમેરિકામાં તેને મળવા માંગે છે. ફિલ્મમાં વિક્કીનો રોલનું નામ કમલેશ કનૈયા લાલ કપાસી છે

ક્રિટિક્સ પહેલા દર્શકોએ આપ્યા 4 સ્ટાર: 'સંજુ'ને ક્રિટિક્સે સાડા ચાર રેટ આપ્યા છે પરંતુ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોઇને આવનારા દર્શકોએ પણ તેને 4 સ્ટાર રેટિંગ્સ આપી છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સ સતત ફિલ્મ અને રણબીની એક્ટિંગની પ્રશંસા કરી રહ્યાં છે.
- ટ્વિટર પર એક યૂઝર કૃણાલ નિગમે લખ્યુ કે- ફિલ્મ માટે માત્ર એક શબ્દ- એકસ્ટ્રાઓર્ડિનરી. સંજુને 5માંથી 4.5 સ્ટાર. ફિલ્મ બ્લોકબસ્ટર થવા જઇ રહી છે.

ગ્રાફિક અને સિનેમેટોગ્રાફીની કમાલ: સંજયની સુપરહિટ મુવીના રીયલ સીનમાં રણબીરને ગ્રાફિક્સ દ્વારા સારી રીતે પ્લેસ કરવામાં આવ્યો છે. જે તમે ટ્રેલર અને ટીઝરમાં જોઇ ચુક્યા છો- મુન્નાભાઇના કેટલાક સીનમાં. રવિ બર્મન, ફિલ્મ સંજુના સિનેમેટોગ્રાફર છે. રણબીરની એક્ટિંગ બાદ ફિલ્મમાં જીવ નાખવાનું અસલી કામ રવિએ જ કર્યુ છે.

ફરિયાદ બાદ સીન હટાવવામાં ના આવ્યો: સેન્સર બોર્ડે જેલમાં ટોયલેટ લીક હોવાનો સીન ફિલ્મ મેકર્સને હટાવવા માટે કહ્યું હતું. 'સંજુ'ના ટ્રેલરમાં બેરકનો ટોયલેટ ઓવરફ્લો થનારા સીન પર આપત્તિ વ્યક્ત કરવામાં આવી હતી. આરટીઆઇ એક્ટિવિસ્ટ પૃથ્વી મસ્કેએ સીબીએફસીને લખ્યુ હતું કે ફિલ્મમાં જેલનો ખોટો ઉપયોગ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
- રાજુ હિરાનીએ આ સીનને ફિલ્મમાં લેવા પાછળનું કારણ જણાવ્યુ હતું કે જ્યારે સંજય જેલમાં હતો ત્યારે ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે જેલનો ટોયલેટ ઓવર ફ્લો થઇ ગયો હતો.

 

અન્ય સમાચારો પણ છે...