રિવ્યુ / હેલિકૉપ્ટર ઈલા ફિલ્મ નિરાશ કરે છે

Helicopter Eela is supposedly come back film Of Kajol three years after her 2015 film Dilwale
Critics:

શુભા શેટ્ટી સહા

Jan 31, 2019, 11:10 PM IST

ફિલ્મ હેલિકૉપ્ટર ઈલા
સ્ટાર 2
ડિરેક્ટર પ્રદિપ સરકાર
પ્રોડ્યૂસર અજય દેવગન, જયંતિલાલ ગડા, ધવલ ગડા, અક્ષય ગડા
મ્યૂઝિક અમિત ત્રિવેદી, રાઘવ સચર
ઝોનર ડ્રામા
કાસ્ટ કાજોલ, રિદ્ધિ સેન, તોતા રૉય ચૌધરી

- ‘હેલિકૉપ્ટર ઈલા’ 2015માં આવેલી ‘દિલવાલે’ બાદ કાજોલની કમબેક ફિલ્મ છે. આ ફિલ્મમાં કાજોલે હેલિકૉપ્ટર પેરેન્ટનો રોલ કર્યો છે. આ ટર્મ એવા પેરેન્ટ્સ માટે વાપરવામાં આવે છે જેઓ બાળકના જન્મ બાદ તેની લાઈફમાં એટલા ઈનવોલ્વ થઈ જાય છે કે પોતાની લાઈફને જ ભૂલી જાય છે, ઈલા મૉડલ હોવાની સાથે સફળ સિંગર બના તરફ આગળ વધી રહી હોય છે. તે પૉપ સિંગર બનવાની હતી અને તેને MTV ઈન્ડિયા લોન્ચ 1996માં ઈનવાઈટ કરવામાં આવે છે. પરંતુ દીકરા વિવાન (રિદ્ધી સેન)ના જન્મ બાદ જ ઈલાનો બોયફ્રેન્ડ (તોતા રૉય ચૌધરી) તેને છોડી જતો રહે છે. એવામાં ઈલા પોતાના સ્વપ્ન ભૂલીને વિવાનની દેખરેખમાં લાગી જાય છે. વિવાનનો ઉછેર તેની લાઈફનો મિશન બની જાય છે. પરંતુ તે પછીથી ઓવર ઓવસેસિવ માતા બની જાય છે, જે દીકરાના પિકનિક સુધી પહોંચી જાય છે. તે દીકરાને પ્રાઈવેસી નથી આવતી. હદ તો ત્યારે થાય છે જ્યારે તે વિવાન પર નજર રાખવા તેની કોલેજમાં એડમિશન લઈ વિવાન સાથે ક્લાસ જવા લાગે છે.

- આ ફિલ્મ આનંદ ગાંધીના ગુજરાતી નાટક ‘બેટા કાગડો’ પર આધારિત છે, પરંતુ છતાં ફિલ્મ નિરાશ કરે છે. ફિલ્મ વિષયને ન્યાય આપતી નથી. સ્ટોરી અને સિનેમેટ્રોગ્રાફી ઘણી નબળી લાગે છે. લોકો ઈલાના સંઘર્ષ સાથે કનેક્ટ થઈ શકતા નથી. પ્રોડક્શન પણ બરાબર નથી, એવું લાગે છે તમામ સીન સ્ટૂડિયોમાં શૂટ કરવામાં આવ્યા હોય. ફિલ્મના કેરેક્ટર્સે પણ સ્ક્રિપ્ટને ગંભીરતાથી લીધી લાગતી નથી. અરુણની માતાને દીકરાના જવાનો કોઈ દુઃખ હોય તેવું લાગતું નથી, જ્યારે વિવાનના કેસમાં તેનો માતા ઈલા પ્રત્યે કોઈપણ પ્રકારનો ભાવનાત્મક લગાવ જોવા મળતો નથી. જેવું કે એક બાળકનું હોવું જોઈએ. ડિરેક્ટર સરકાર પાસે આવા પેરેન્ટ્સની કહાની દેખાડવાની સારી તક હતી જેઓ બાળકો પર હદથી વધારે નિયંત્રણ રાખે છે અને એ નથી માનવા માગતા કે તેમના બાળકો મોટા થઈ ગયા છે અને તેઓ પોતાની રીતે નિર્ણયો લઈ શકે છે. જોકે ડિરેક્ટર માત્ર મેલોડ્રામા ક્રિએટ કરવામાં જ લાગ્યા રહ્યાં.

- આ ફિલ્મમાં ફની અથવા ઈમોશનલ ડ્રામા તરીકે બનાવવામાં આવી શકતી હતી, પરંતુ આવું કંઈ જ ફિલ્મમાં નથી. કાજોલ પણ નિરાશ કરે છે કારણે કે તેમાં તેની ચંચળતા દેખાતી નથી. તે ફિલ્મમાં શાનદાર લાગી પરંતુ ફિલ્મના ડિરેક્શનમાં રહેલી ખામીને કારણે જેવા ઈમોશન હોવા જોઈએ તે જોવા મળ્યા નહીં. અમુક સીન એવા છે જેમાં માતા-દીકરાના ઈમોશન દેખઆડવામાં આવ્યા છે, પરંતુ તે પુરતા નથી. નેહા ધૂપિયાએ પદ્માનો રોલ કર્યો છે જે સ્કૂલ ટીચર છે અને ઈલાને સપોર્ટ કરે છે. આ રોલિમાં તેનું કામ સારું રહ્યું છે. રિદ્ધી સેન જે નેશનલ એવોર્ડ વિનર છે તેણે સારુ કામ કર્યું છે. સારી સ્ક્રિપ્ટ તેના ટેલેન્ટ સાથે ન્યાય કરનારી સાબિત થઈ શકતી હતી.

ફિલ્મની સારી વાત એ છે કે તે તમને 90ના દાયકામાં લઈ જશે કારણ કે શાન, બાબા સહગલ, ઈલા અરુણ અને મહેશ ભટ્ટનો કેમિયો તેમાં જોવા મળે છે.

-ફિલ્મના ક્લાઈમેક્સમાં કાજોલ પોતાના ગુમાવેલા વ્યક્તિત્વને પરત મેળવી લે છે. તેના ચાર્મ સાથે ન્યાય કરતો જોવા મળે છે પરંતુ આ ભાગ પણ ફિલ્મના અન્ય ભાગની જેમ ફ્લેટ જોવા મળે છે. જો તમે કાજોલના ફેન હોવ અને તેને સિલ્વર સ્ક્રીન પર મિસ કરી રહ્યા હો તો જ જોવી જોઈએ.

X
Helicopter Eela is supposedly come back film Of Kajol three years after her 2015 film Dilwale
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી