રિવ્યૂ / ઉરી - ધ સર્જિકલ સ્ટ્રાઇક, બદલાથી ભરેલી એક લાંબી રાતની વાત જે ગર્વથી યાદ કરાશે

divyabhaskar.com | Updated - Jan 17, 2019, 03:42 PM
Film Review URI Should You watch the film or not read here
Critics:

બોલિવૂડ ડેસ્ક: ઉરી 2016માં ઇન્ડિયન આર્મી દ્વારા પાકિસ્તાની આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઇક પર આધારિત છે જે ઉરી બેઇઝ કેમ્પમાં ભારતીય સૈનિકો પર થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાનો બદલો હતો. આ ઓપરેશન ટીમનું નેતૃત્વ વિહાન સિંહ શેરગિલ (વિક્કી કૌશલ) કરી રહ્યા છે, જે દેશભક્તિ અને વ્યક્તિગત કારણોથી પ્રેરિત છે.


ડોભાલ જેવું દેખાવવા પરેશની મહેનત
આ મિશનમાં ખાસ પસંદગી થયા બાદ તેમની પાસે મદદ માટે બે મહિલાઓ પલ્લવી શર્મા (યામી ગૌતમ) અને જશકિરત (કીર્તિ કુલ્હારી) છે. ઓપરેશનના માસ્ટર માઈન્ડ પીએમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ગોવિંદ (પરેશ રાવલ) છે. પરેશ રાવલે અજિત ડોભાલ જેવું દેખાવવા ઘણી મહેનત કરી છે અને તેઓ સારું કામ કરે છે. અભિનેતા રજિત કપૂર વડાપ્રધાનનો રોલ પ્લે કરી રહ્યા છે અને તેમનું કેરેક્ટર પીએમ મોદી પર આધારિત છે.


ડિરેક્શન કેવું છે?
ડિરેક્ટરને તેનો શ્રેય જાય છે કે તેઓ યુદ્ધના દ્રશ્યોને એકદમ અસલી બનાવી રાખે છે, અને એક્શન દ્રશ્યો તમને પકડી રાખે છે. કેટલાક દ્રશ્ય તો એટલા જોરદાર છે કે તેમાં સ્ક્રીન પર ચાલી રહ્યું છે તેમાં સંપૂર્ણ રીતે ઇન્વોલ્વ થઇ જાય છે. ફિલ્મનો પેહેલો હાફ સારો છે પણ બીજો ભાગ નિરાશ કરે છે કારણકે તે અનુમાનિત લાગે છે અને એક જકડી રાખતી વાર્તાથી દૂર લઇ જાય છે.


ફિલ્મનો પ્લસ પોઇન્ટ
યુદ્ધના દ્રશ્યોને આખરી ઓપ આપતા સમયે ડિરેક્ટરે કોઈ કચાશ છોડી નથી અને આ ફિલ્મ તમને યુદ્ધના ખતરા પ્રત્યે જાગૃત કરે છે અને તે જ તેનો મોટો પ્લ્સ પોઇન્ટ છે.

X
Film Review URI Should You watch the film or not read here
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App