રિવ્યૂ / 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'માં જોરદાર પોલિટિકલ મેસેજ પણ એન્ટરટેઇન્મેન્ટ વેલ્યુની ઊણપ

divyabhaskar.com

Jan 17, 2019, 03:47 PM IST
Film Review The Accidental Prime Minister Should You watch the film or not read here
Critics:

  • રાજનૈતિક ઉથલપાથલની વચ્ચે 'નબળા' પ્રધાનમંત્રીની મથામણ ફિલ્મમાં બતાવાઈ છે
  • મનમોહન સિંહના મીડિયા સલાહકાર રહી ચૂકેલા સંજય બારુના પુસ્તક પર આધારિત છે 
     

શુભા શેટ્ટી / બોલિવૂડ ડેસ્ક: વિજય ગુટ્ટેના ડિરેક્શનમાં બનેલી 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' રિલીઝ થઇ ગઈ છે. ફિલ્મ પૂર્વ પીએમ મનમોહન સિંહના જીવન પર આધારિત છે. આ તેમના જ મીડિયા સલાહકાર સંજય બારુના 2014માં આવેલા પુસ્તક 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' પર આધારિત છે. ફિલ્મમાં અક્ષય ખન્ના સંજય બારુના રોલમાં છે અને આખી ફિલ્મમાં તેઓ મનમોહન સિંહની વાર્તા સંભળાવતા નજરે પડે છે.

ફિલ્મની ખાસ વાતો

  • ફિલ્મ 2004થી 2009 સુધી યુપીએ શાસન દરમિયાન સત્તામાં રહેલી પાર્ટીના કેટલાક રહસ્યો સામે લાવવાનો પ્રયત્ન કરે છે. આ દરમિયાન મનમોહન સિંહ પ્રધાનમંત્રી હતા. પ્રધાનમંત્રી કે જેને એક પ્રતિભાશાળી પણ 'નબળા' પ્રધાનમંત્રીના રૂપે ચીતરવામાં આવ્યા છે, જે અંતે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીના હાથની કઠપૂતળી બનીને રહી જાય છે. હકીકતમાં ફિલ્મ સોનિયા ગાંધી, રાહુલ અને તેમના નજીકના સલાહકારોને ક્રૂર મહત્વાકાંક્ષી અને અભિમાની રાજનૈતિક ખેલાડીઓના રૂપમાં રજૂ કરે છે, જયારે મનમોહન સિંહને એવી વ્યક્તિ તરીકે બતાવાયા છે કે જેઓ દેશ માટે કંઈક સારું કરવા માંગે છે પણ ગાંધી પરિવાર તરફથી દબાણ અને છેતરવાની કળાની ઊણપના કારણે હકીકતમાં તેવું કરી શકતા નથી.
  • ફિલ્મની સૌથી સારી વાત કલાકારોનો અભિનય છે. સોનિયા ગાંધીનો રોલ ભજવતી સુઝૈન બર્નેટ શાનદાર છે, કારણકે તેણી શ્રીમતિ ગાંધીના રીત-રિવાજ અને વ્યક્તિત્વને ઘણું સટીક રીતે બતાવે છે. લીડ રોલમાં અનુપમ ખેર મનમોહન સિંહની જેમ દેખાય અને બોલે છે. જોકે તેમની ચાલવાની રીત મૂળ વિષયની સરખામણીએ મજાક ઉડાવે છે. રાહુલ ગાંધીના રૂપમાં અર્જુન માથુર અને પ્રિયંકા ગાંધીના રૂપમાં આહના કુમરા પાસે કરવા માટે કંઈ ખાસ નથી. અક્ષય ખન્ના આત્મવિશ્વાસ અને સરળતાથી બારુના રોલમાં ફિટ બેસે છે.
  • ફિલ્મ પોતાના જોનરને લઈને ગડમથલમાં છે અને એક ડોકયૂ ડ્રામાની જેમ અનુભવ થાય છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક ફિલ્મ સાથે તદ્દન મેચ થતું નથી.
X
Film Review The Accidental Prime Minister Should You watch the film or not read here
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી