Home » Bollywood » Reviews » Film Reviews » film review of vishwaroopam 2 compare to first part, second part is week

ફિલ્મ રિવ્યૂઃ 'વિશ્વરૂપમ 2'માં શ્વાસ થંભાવી દે તેવા એક્શન સીન્સ, ફર્સ્ટ પાર્ટની તુલનામાં નબળી ફિલ્મ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 01:29 PM

સુપરસ્ટાર કમલ હસને 'વિશ્વરૂપમ 2' સાથે સિલ્વર સ્ક્રીન પર ફરી એન્ટ્રી કરી છે.

 • film review of vishwaroopam 2 compare to first part, second part is week

  ફિલ્મ રિવ્યૂઃ વિશ્વરૂપમ 2
  રેટિંગઃ 2/5
  સ્ટાર-કાસ્ટઃ કમલ હસન, પૂજા કુમાર, રાહુલ બોસ, શેખર કપૂર, વહિદા રહેમાન
  ડિરેક્ટરઃ કમલ હસન
  પ્રોડ્યુસરઃ કમલ હસન
  સંગીતઃ મહોમ્મદ ઘીબ્રાન
  પ્રકારઃ ઈન્ડિયન એક્શન ડ્રામા

  ફિલ્મની વાર્તાઃ
  સુપરસ્ટાર કમલ હસને 'વિશ્વરૂપમ 2' સાથે સિલ્વર સ્ક્રીન પર ફરી એન્ટ્રી કરી છે. ફર્સ્ટ પાર્ટ 2013માં રિલીઝ થયો હતો. જેના પર ઘણી કન્ટ્રોવર્સી પણ થઈ હતી. 'વિશ્વરૂપમ 1' જ્યાંથી પૂરું થાય છે, ત્યાંથી 'વિશ્વરૂપમ 2' શરૂ થાય છે. રૉ એજન્ટ વિજામ અહમદ કશ્મીરી (કમલ હસન) સાથે વાઈફ ડૉ નિરૂપમા (પુજા કુમાર) સાથે કામ કરતી એજન્ટ અસમિતા (એન્ડ્રિયા જેરેમિયા) બંનેના સિનિયર કર્નલ જગન્નાથ (શેખર કપૂર) છે. તેઓ લંડનના રસ્તામાં હોય છે અને તેમને શંકા હોય છે કે આતંકવાદી ઉમર (રાહુલ બોસ) છૂપાયેલો છે. આ વખતનું મિશન ઉમર અને તેના સમર્થકોને ન્યૂયોર્ક પર એટેક કરતાં રોકવાનું છે. થોડા સમયમાં તે લોકો પર હુમલો કરવામાં આવે છે. વિજામ સિચ્યુએશન પર કન્ટ્રોલ કરી લે છે અને વાર્તામાં રોલર કોસ્ટર રાઈડ ચાલતી રહે છે. ફિલ્મમાં કમલની સ્ટાઈલની ઝલક જોવા મળે છે પરંતુ તેના ફર્સ્ટ પાર્ટ સાથે સરખામણી કરવામાં આવે તો ફિલ્મ નબળી લાગે છે.


  રિવ્યૂઃ
  ફિલ્મમાં શ્વાસ થંભાવી દેતા એક્શન સિક્વેન્સ છે, જે તમને સીટ પર જકડી રાખે છે પરંતુ ફક્ત આટલું હોવું પૂરતું નથી. ફિલ્મની સ્ટોરીલાઈન, વાર્તામાં આવતાં ટ્વિસ્ટ અને ટર્ન તમને રોમાંચિત કરે એવા નથી. ફર્સ્ટ પાર્ટમાં કમલ હસને પોતાની આઈડેન્ટિટી છૂપાવવા માટે ત્રણ અવતાર લીધા હતા, જેમાંથી એક કથક ઈન્સ્ટ્રક્ટરનો અવતાર હતો, જેનાથી સ્ટોરીમાં વેલ્યૂ એડ થઈ હતી. સેકન્ડ પાર્ટમાં કંઈ જ એન્ટરટેઈન્મેન્ટ એક્સપેક્ટ નથી. વાર્તા એટલી ખરાબ છે કે સમજણમાં નથી આવતું કે શું થઈ રહ્યું છે. જો તમે પહેલી ફિલ્મ નહીં જોઈ હોય તો તમે વધુ કન્ફ્યુઝ થઈ જશો. VFXના સીન પણ પ્રભાવિત કરે એવા નથી.


  કમલ હસનનનો રોલ તેની ઉંમર પ્રમાણેનો નથી. જોકે, તે પોતાના પર્ફોમન્સથી ઈમ્પ્રેસ કરે છે. પૂજા કુમારે તેની વાઈફના રોલમાં સારું કામ કર્યું છે. રૂડા અને જેરેમિયા વચ્ચેનો ટ્રેક પરાણે ફીટ કરવામાં આવ્યો હોય એવું લાગે છે. જેરેમિયાએ સારા એક્શન સીન કર્યા છે. જયદીપ અહલાવત જે આતંકવાદી સલીમના રોલમાં છે તેણે પણ ઠીક કામ કર્યું છે. રાહુલ બોસ જેણે અલકાયદાના આતંકવાદી ઉમર કુરૈશીનો રોલ કર્યો કર્યો છે. જેને કૉમિક વિલેન કહી શકીએ. વહીદા રહેમાને કમલ હસનની માતાનો રોલ કર્યો છે, જેને અલ્જાઈમર છે. તેનો રૉલ ફિલ્મમાં મિસિંગ ઈમોશન ફેક્ટરને પૂરો કરી શકે એમ હતો પણ ફિલ્મમાં તેમની ખોટા સમયે એન્ટ્રી બતાવવામાં આવી છે.


  ક્લાઈમેક્સમાં બતાવવામાં આવેલા એક્શન સીકવન્સ ફિલ્મના ગ્રેસને બચાવી લે છે. બાકી આખી ફિલ્મ અવ્યવસ્થિત, કન્ફ્યુઝિંગ છે. ફિલ્મ પહેલા પાર્ટથી 5 વર્ષ બાદ પછી રીલિઝ થઈ છે પરંતુ ફિલ્મના કેરેક્ટર પહેલા કરતાં ઘણા અલગ છે. ફિલ્મનું મ્યુઝિક સારું છે, જે ફિલ્મમાં ફીટ બેસે છે.


  જો તમે કમલ હસનના ફેન છો અને તેની કોઈ પણ ફિલ્મ જોવો છો તો ફિલ્મ જોઈ શકો છો. વધુ પડતી આશા સાથે ફિલ્મ જોવા ના જતાં.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ